ધ્યાન રાખજો / જો તમારી દીકરી ઈન્સ્ટાગ્રામ યુઝ કરે છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર તેની આ એક ભૂલ તમને રોડે ચડાવશે

ટોપ ન્યૂઝ

સોશિયલ મીડિયા પર અજાણી વ્યકિતની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારતા પહેલા યુવતીઓને સાવધાન થઈ જવાની જરુર છે. જામનગર જિલ્લાના જામજોધપુરના સીદસર ગામના 63 વર્ષીય વૃદ્ધ અને ધોરણ 10 અભ્યાસ ધરાવતા ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા રસિકલાલ વડાલીયાએ પોતાની દીકરીની ઉંમર જેવડી યુવતીઓને સોશિયલ મીડિયામાં ફેક આઇડી બનાવી ફસાવતો હતો.

જામનગર જિલ્લાના જામજોધરપુરમાં રહેતો એક 63 વર્ષીય વૃદ્ધ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી પોતાની દીકરીની ઉંમર જેવડી યુવતીઓને ફસાવતો હોવાનો ખુલાસો થયો છે. આરોપી ઈન્સ્ટાગ્રામના માધ્યમથી યુવતીઓના ન્યૂડ ફોટો મેળવી બાદમાં બ્લેકમેઈલ કરતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

વૃદ્ધની ધરપકડ કર્યા બાદ તેનો મોબાઈલ ચેક કરાતા તેમાંથી ત્રણ યુવતીઓના અશ્લીલ ફોટો મળી આવ્યા હતા. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામના વૃદ્ધ સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી કોલેજ જતી યુવતીઓના ન્યુડ ફોટો મેળવી બ્લેકમેઈલીંગ કરતો હોવાની ફરિયાદ મળી હતી.

જેમાં યુવતી સંબંધ તોડી નાખવાનું કહે તો તેના અંગત ફોટા સગા સંબંધીઓમાં વાયરલ કરીને સમાજમાં બદનામ કરવાની ધાક ધમકી આપતો હતો. જે અંગેની સાઈબર ક્રાઇમની મહિલા કર્મચારીઓની એક વિશેષ સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી અને વોચ ગોઠવી હતી.

જે દરમિયાન પોલીસકર્મી પૂજાબેન ધોળકિયાએ સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પાસેથી જરૂરી માહિતી મંગાવી આઈએસપી રિપોર્ટ તથા આઈપીડીઆરનું ટેકનિકલ એનાલિસિસ કરી બ્લેકમેલ કરનારના મોબાઈલ નંબર શોધી કાઢ્યો હતા. જેમાં આરોપીના લોકેશન જામજોધપુરના સીદસર ગામનું આવતું હતું.

જેથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમને સીદસર ગામમાંથી રસિકલાલ નારણભાઈ વડાલીયા ઉ. 63 ને ઝડપી લીધો હતો તેની આઇડેન્ટિફાઈ કરી ધરપકર કરી હતી. જ્યારે ફરિયાદ પરથી સાયબર ક્રાઇમની ટીમે એક વૃદ્ધાને ઝડપી પાડ્યો છે અને તેના મોબાઇલમાં અન્ય યુવતીઓના ફોટો અને વીડિયો પણ કબજે કર્યા છે અને રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

જુઓ કઈ રીતે આરોપી આચરતો હતો ગુનો
સ્ટેપ-૧. આરોપી ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઇ-ડી બનાવી
સ્ટેપ-ર. કાલાવાડ તથા જામજોધપુર તાલુકાની છોકરીઓની આઇ.ડી શોધી ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી મિત્રતા કરતા હતા.
સ્ટેપ-૩. મિત્રતા પછી તેમને પ્રેમજાળમાં ફસાવી છોકરીઓના અશ્લિલ ફોટા તથા વીડિયો મંગાવી સેવ કરી તથા સગા-સંબંધીને મોકલી વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધાક-ધમકી આપી સંબંધ રાખવા માટે મજબુર કરી સાયબર ગુનાને અંજામ આપેલો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.