ધર્મની બહેન બનાવીને પુરી પર નજર બગાડી, જુઓ મનફાવે ત્યાં જઈને શરીરસુખ માણતો અને પછી કર્યું એવું કે જાણીને લોહી ઉકળશે

અમદાવાદ

અમદાવાદ શહેરના ગોમતીપુર પોલીસે એક દુષ્કર્મ કેસમાં એવો આરોપી પકડી પડ્યો છે જેણે પહેલા એક મહિલાને બહેન બનાવી અને બાદમાં તે જ બહેનની દીકરી સાથે સબંધ કેળવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમ શખ્સની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ગોમતીપુર પોલીસે ધરપકડ કરેલ શખ્સનું નામ રાહીલ મેઉ છે. જેની પોલીસે દુષ્કર્મ કેસમાં ધરપકડ કરી છે. ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે એક મહિલાએ ફરિયાદ કરી હતી કે તે જે હોસ્પિટલમાં નોકરી કરે છે ત્યાં નોકરી કરતી મહિલા સાથે તેણે ઓળખાણ થઈ અને વાતચીત થતી રહેતી હતી.

બાદમાં તે મહિલાના પતિએ તેને બહેન બનાવી અને વાતચીત કરવા લાગ્યો હતો અને ઘરે આવવા લાગ્યો હતો. જેમાં રાહીલ એ તેણે બહેન બનાવેલ ફરિયાદી મહિલાની દિકરી સાથે ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક સાધ્યો હતો અને બને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો.

નરાધમ રાહીલના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. તેણે બહેન બનાવેલી મહિલાની દીકરી સાથે પ્રેમ સંબંધ બાંધી શારીરિક સંબંધ પણ બાંધવા લાગ્યો હતો. દીકરી સગીર ઉંમરની હતી. નરાધમ શખ્સ સમગ્ર તરકટ લગ્ન કરવાની લાલચ આપી શરૂ કર્યાનું સામે આવ્યું હતું. જોકે રાહીલની વધુ સમય પોતાની કરતૂત સફળ રહી નહોતી. અને તેની સામે ફરિયાદ થતા પોલીસે તેને ઝડપી જેલ હવાલે કર્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાહીલ બે વર્ષ પહેલાં તેઓના સંપર્કમાં આવ્યો હતો. જેમાં રાહીલ તેણે બનાવેલ બહેનની દીકરી સાથે ઇન્સ્ટાગ્રામમાં પર વાત કરતો. જોકે આ બાબતે દીકરીના પિતાને જ્યારે બને મણિનગર મળવા ભેગા થવાના હતા, ત્યારે ખબર પડતાં મળવાનું બંધ કર્યું અને મોબાઈલ પર વાતો શરૂ રહી હતી.

તેથી પિતાએ દીકરી પાસેથી મોબાઈલ લઈ લીધો, અને સંપર્ક તોડવા કહી દીધું હતું. પણ તેમ છતાં પ્રેમ પ્રકરણ આગળ વધતું ગયું, અને તેમાં રાહીલે તેની પ્રેમિકાને મોબાઈલ પણ વાતચીત કરવા માટે લાવી આપ્યો હતો. જોકે જ્યારે જ્યારે લગ્ન કરવાની વાત નીકળતી ત્યારે રાહીલ વાત ફેરવી દેતો હતો.

જોકે બાદમાં સગીરાએ તેના લગ્નની વાત ચાલી રહી છે તેમ જણાવી વાત કરવાનું કહેતા તેના સંબંધની જાણ કરી દેશે તેવી ધમકી આપી માત્ર રિલેશન રહેવાનું કહેતો હતો. જેથી સગીરાએ રાહીલ સાથે વાત કરવાનું બંધ કરતા તેને હેરાન કરવાનું શરૂ કર્યું. તેમજ ઝઘડો કરતા ગાળાગાળી કરતો હતો.

જેથી સગીરાએ કંટાળી તેના પિતાને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો અને પોલીસ ફરિયાદ કરતા આખરે રાહીલને પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. કાર્યવાહીમાં સામે આવ્યું કે આરોપી રાહીલ સગીરાને તેના મિત્ર અને ગેસ્ટહાઉસ સહિત વિવિધ સ્થળે લઈ જઈને દુષ્કર્મ આચર્યું છે.

હાલ તો પોલીસે રાહીલની ધરપકડ કરી લીધી છે. તો સાથે જ આરોપીના કોરોના રિપોર્ટ કરાવી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. ત્યારે આ કિસ્સા પરથી અન્ય લોકોએ પણ કઈંક શીખ લેવા તેમ જ અજાણી વ્યક્તિ સાથે સંબંધ કેળવતા પહેલા લાખ વાર વિચારવાની હાલના સમયમાં જરૂર હોય તેમ લાગી રહ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *