“પોલીસ ગ્રેડ પે” આંદોલનનો સુખદ અંત / હર્ષ સંઘવીની CM સાથે તાબડતોબ બેઠક, સાંજે કરી શકે છે મોટી જાહેરાત, જુઓ પોલીસ પરિવારની મહિલાઓએ શું કહ્યું?

ગુજરાત ટોપ ન્યૂઝ

પોલીસ કર્મચારીઓના ગ્રેડ પેનું આંદોલન આખરે સમેટાયુ છે. પોલીસ કર્મચારીઓના પરિવાજનોએ આજે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. જેનો સુખદ અંત આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ પરિવારજનોને ખાતરી આપી કે, અમારી સરકાર સકારાત્મક હોય અને આ અમારા પરિવારનો વિષય છે. તેથી પરિવારના રહીને પરિવારનો વિષય ઝડપથી ઉકેલીશું. આ મુદ્દાનો નિવારણ લાવવા મટે એક કમિટિ બનાવાશે. જેમાં એક GAD, ફાઈનાન્સ અને એક પોલીસમાંથી સભ્ય બનાવાશે. આમ, મીટિગ બાદ પોલીસ પરિવારજનો પણ સંતુષ્ટ દેખાયા હતા, અને તેનુ હકારાત્મક પરિણામ આવશે તેવી આશા સાથે તેઓ ગૃહ રાજ્યમંત્રીની ઓફિસમાઁથી બહાર નીકળ્યા હતા.

પોલીસ ગ્રેડ પેના આંદોલનમાં પોલીસ પરિવારો પણ જોડાયા હતા. ધીરે ધીરે ગુજરાતના અનેક શહેરોમાં ગ્રેડ પે આંદોલનનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવારજનોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ આંદોલનમાં પોલીસ બાળકો પણ જોડાયા હતા. જેમણે પોતાના પિતાના પગાર વધારાની માંગણી કરી હતી. વડોદરામાં પોલીસ ગ્રેડ પે મામલે પોલીસ પરિવારોએ વિરોધ દર્શાવ્યો હતો. ગ્રેડ પે વધારી આપવા પોલીસ પરિવારની માંગ સાથે અકોટા પોલીસ લાઈનમાં રહેતા પોલીસ પરિવારો રસ્તા પર આવ્યા હતા. થાળી વેલણ વગાડી ગ્રેડ પે વધારી આપવા માંગ કરી હતી. તો નાના બાળકો પણ હાથમાં પ્લે કાર્ડ લઈ દેખાવોમાં જોડાયા હાત. બીજી તરફ, અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ પરિવાર એકઠા થયા હતા. બાળકો સહિત મહિલાઓએ થાળી વેલણ વગાડીને સરકારના કાન સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ પરિવારો વચ્ચે લગભગ 20 થી 25 મિનીટ સુધી બેઠક ચાલી હતી. તેના બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગ્રેડ પે મામલે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. પોલીસના પરિવારજનો દ્વારા મુકવામાં આવેલા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. આ મીટિંગમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પોલીસના ગ્રેડ પેની આગ સમગ્ર ગુજરાતમાં લાગી છે. છેલ્લા બે દિવસથી પોલીસના પરિવારજનો પણ ગ્રેડ પેના આંદોલનમાં જોડાઈ ગયાં છે. ત્યારે હાલમાં પોલીસ આંદોલનના મામલે ગૃહ રાજ્ય મંત્રી, ડીજીપી અને પોલીસ પરિવાર વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક મળી હતી, જે પૂર્ણ થયા બાદ આંદોલનકારી પરિવારની મહિલાઓએ જણાવ્યું હતું કે, સરકારે બે મહિનામાં માંગણી સંતોષવા ની ખાતરી આપી છે એટલે હવે આપણે પણ રાહ જોઈએ અને આપણે સૌ ઘેર જઈએ. દરમિયાન સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ આંદોલનકારીઓ સાથેની ગૃહ રાજ્યમંત્રીની બેઠક બાદ આ મામલો મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવશે અને તે પછી નિર્ણય લેવામાં આવી શકે છે.

સરકાર કાર્યવાહી કરશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું: NSUI
અમદાવાદમાં NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ગ્રેડ પેની માંગને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસે વિરોધ શરૂ થતાં જ NSUI અને યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. ગુજરાત યુનિવર્સિટી પાસે NSUI અને યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ગ્રેડ પેની માંગને લઈને વિરોધ કરી રહ્યા હતા. પરંતુ જે પોલીસ માટે વિરોધ શરૂ કર્યો હતો તે પોલીસે જ વિરોધ પ્રદર્શન લાંબુ ચાલે નહીં તે માટે NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. આ અંગે NSUIના આગેવાન દિગ્વિજય દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્ય ભરમાં અત્યારે ગુજરાત પોલીસ માટે ગ્રેડ પેની માંગણી થઈ રહી છે જેથી અમે પણ પોલીસ માટે માંગ કરી રહ્યા છીએ.સરકાર દ્વારા ગ્રેડ પેનું આંદોલન તોડવાના પ્રયાસ થઈ રહ્યા છે. અમે આંદોલન નહીં તૂટવા દઈએ. સરકાર આંદોલન કરનાર સામે કાર્યવાહી કરશે તો અમે સરકાર વિરૂદ્ધ ઉગ્ર આંદોલન કરીશું.

પોલીસ આંદોલન હવે રાજ્યભરમાં પ્રસર્યું
પોલીસમાં ગ્રેડ પે વધારા માટેનું ગાંધીનગરમાંથી શરૂ થયેલું આંદોલન હવે રાજ્યભરમાં પહોંચ્યું હતું. અમદાવાદ, સુરત, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, ઇડરમાં બુધવારે પોલીસ કર્મચારીઓના પરિવારો પણ જોડાયા હતા. બુધવારે આ મામલે અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર, દાણીલીમડા પોલીસલાઈન ખાતે પોલીસ પરિવારોની મહિલાઓ અને બાળકોએ થાળી-વેલણ વગાડી આંદોલનને ટેકો આપ્યો હતો.ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે મંડપ બાંધી પોલીસના ગ્રેડ પેની માગણી શરૂ કરાઈ હતી, જેમાં પોલીસ પરિવારના લોકો જોડાયા હતા. ઉપરાંત સહી ઝુંબેશ પણ શરૂ કરાઈ હતી. મહેસાણામાં પોલીસ પરિવારોએ રેલી કાઢી હતી.

આ મુદ્દે ગૃહમંત્રી ચર્ચા કરી રહ્યા છે: જીતુ વાઘાણી
સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચેલી પોલીસ પરિવારની મહિલાઓએ જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પોલીસને ઓછો ગ્રેડ પે મળી રહ્યો છે. રાજ્યના ગૃહમંત્રી બાળક માટે બહાર આવે તો પોલીસ માટે કેમ નહીં તેવો પ્રશ્ન તેમણે કર્યો હતો અને આંદોલનને ટેકો જાહેર કરી અન્ય મહિલાઓને પણ જોડાવવા અપીલ કરી હતી.શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કર્મચારીઓને તેમને મળવાપાત્ર લાભો નિયમોનુસાર પૂરા પાડવા સરકારનું મન હરહંમેશ ખુલ્લું છે. રાજ્યમાં ચાલી રહેલા પોલીસ કર્મચારીઓના આંદોલન સંદર્ભે તેમણે કહ્યું કે, ગૃહ રાજ્યમંત્રી દ્વારા તેમની સાથે ચર્ચાવિચારણા કરવામાં આવી રહી છે. આ અંગે પણ હકારાત્મક અભિગમ દ્વારા નિર્ણય કરાશે.

રાજ્ય સરકાર પોલીસના પ્રશ્નોને લઇને એકશનમાં આવી ગઈ છે. પોલીસ કર્મી તેમજ આંદોલન કરી રહેલા પોલીસ પરિવારો સાથે બેઠક કરી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા CM નિવાસસ્થાને પહોંચ્યા છે. રાજ્ય પોલીસવડા પણ CM નિવાસસ્થાને પહોંચ્યા છે ત્યારે પોલીસના પ્રશ્નોને લઇ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી સરકાર તરફથી આજે કમિટીનું ગઠન થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. આ કમિટી પોલીસકર્મીઑની વિવિધ માંગોને લઈ અભ્યાસ કરી સરકારને રિપોર્ટ સોંપશે જે બાદ સરકાર કોઈ જાહેરાત કરશે તેવી માહિતી મળી રહી છે. જો કમિટીના સભ્યોની વાત કરીએ તો પોલીસના ઉચ્ચ અધિકારીનો કમિટીમાં સમાવેશ કરાઈ શકે છે સાથે જ નિવૃત્ત પોલીસ ઉચ્ચ અધિકારીનો પણ કમિટીમાં સમાવેશની શક્યતા છે.

મુલાકાત બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
ગાંધીનગરમાં પોલીસકર્મીના આંદોલનનો મામલે આજે આંદોલન કરતા પોલીસ પરિવારો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરી છે. જે બાદ તેમણે નિવેદન આપતા કહ્યું છે કે આ અમારા પરિવારનો વિષય છે જેથી અમે મળીને સારી રીતે નિવારણ લાવીશું. સરકાર આ મામલે સકારાત્મક છે. યોગ્ય પાસાઓ પર વિચારણા ચાલી રહી છે.

પોલીસ પરિવારની મહિલાઓએ મહત્વનું નિવેદન
ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે મામલે આંદોલન ચાલી રહ્યું છે. આ મામલે સરકાર પણ એક્શનમાં છે ત્યારે આજે ગાંધીનગરમાં વિધાનસભા ગેટ નં-6 પર પોલીસપરિવારની મહિલાઓ એકઠી થઇ હતી. ત્યારબાદ પોલીસ પરિવારની મહિલાઓએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ પોલીસ પરિવારની મહિલાઓએ મહત્વનું નિવેદન આપ્યું છે.
પોલીસ પરિવારની મહિલાઓએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારે આપણી માંગ મામલે સકારાત્મક જવાબ આપ્યો છે. રાજ્ય સરકાર કમિટીની રચના કરશે અને સાંજે જવાબ આપશે. હાલ તમામ બહેનોએ ઘરે જવું જોઇએ.

ગઈકાલે આંદોલન મોકૂફ રખાયાની વાત વહેતી થઈ હતી
ગુજરાત સરકાર માટે મોટા પડકાર સમાન પોલીસ આંદોલનનું સમાપન થયાની જાણ ખુદ એક પોલીસ કર્મચારીએ કરતાં આંદોલનમાં બે ફાંટા જોવા મળ્યા છે. આંદોલનકારીઓએ 15 મુદ્દા અંગે DGPને રજૂઆત કરી હતી. DGPએ મુદ્દાઓ અંગે હકારાત્મક વલણ સાથે બાંહેધરી આપી છે. જે બાદ પોલીસ ગ્રેડ પે આંદોલનને લઇને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે પોલીસનો પરિવાર મારો પરિવાર છે. હું જેમ મારા પરિવારને મળુ છું, એમ એમને પણ મળવાનો છું. અને આજે મળ્યા પણ હતા. આ સાથે જ આંદોલનકારીઓ ગૃહમંત્રીને મળી સમગ્ર વિગતોની રજૂઆત કરી હતી અને સરકારને ઝડપથી ગ્રેડ પે સહિત અન્ય 15 મુદ્દાઓ માટે નિર્ણય લેવા આંદોલનની રાહે નહીં પણ વાતચીતની રાહે હવે આગળ વધશે તેવા વરતારા હાલ દેખાઈ રહ્યા છે. આ સમયે પોલીસકર્મી ચિરાગ ચૌધરીએ જણાવ્યુ હતું કે ગુજરાતમાં ચાલતા પોલીસ ગ્રેડ પે આંદોલન મોકૂફ રાખવામાં આવ્યુ છે. DGPએ મુદ્દાઓ અંગે હકારાત્મક વલણ સાથે બાંહેધરી આપી છે. જ્યારે હકીકતમાં અન્ય પોલીસ કર્મચારીઑ અને પરિવારજનો પોતાની માંગ પર અડગ છે

સરકારનું આંદોલન પ્રત્યે હકારાત્મક વલણ
આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ મોટું નિવેદન આપ્યું છે. જીતુ વાઘાણીએ કહ્યું કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓના આગેવાનો સાથે સાથે ચર્ચા કરી છે. અને રાજ્ય સરકાર જે નિયમ હશે અને કરવા જેવું હશે તે ચોક્કસ સરકાર કરશે. સાચી બાબત જે પણ હશે તે બાબતે સરકાર હકારાત્મક છે. પરંતુ કાયદો અને વ્યવસ્થાની મુશ્કેલી ન પડે તે બાબત પર ધ્યાન રાખવામાં આવે તેવી કર્મચારીઓને અપીલ કરું છું. રાજ્યની જનતાને કોઈપણ આંદોલનથી તકલીફ પડશે તો ચલાવી નહીં લેવાય. આપને જણાવી દઈએ કે, પોલીસ ગ્રેડ પે મામલે સોશિયલ મીડિયામાં ચાલી રહેલું આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું જે બાદ DGP સાથેની બેઠક બાદ આંદોલન હાલ પૂરતુ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય તેવી વાત વહેતી થઈ હતી પણ જો પોલીસ આંદોલન પર બેઠેલા પોલીસ કર્મચારીઑના પરિવારનું માનીએ તો આંદોલન માંગ ન પૂરી થાય ત્યાં સૂધી યથાવત રહેશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.