ઉત્તરાયણમાં પવનપુત્ર ખુદ તમારી સાથે રહેશે – હવામાન વિભાગે કરી મહત્વની જાહેરાત, જાણો ઉત્તરાયણમાં તમારા શહેરમાં વરસાદ પડશે કે જોરદાર પવન ફૂંકાશે

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં હાલ સૌથી વધુ ચિંતા પતંગ રસિયાઓને છે. કમોસમી વરસાદની આગાહી (unseasonal rain) વચ્ચે પવન કેવે રહેશે, પતંગ ઉડાવવા મળશે કે નહિ તે મોટુ ટેન્શ છે. આગાહીકાર અંબાલાલ પટેલે (Ambalal Patel) ઉત્તરાયણ સમયે મોટી આગાહી કરી છે. જેમાં 16થી 19 જાન્યુઆરીએ ગુજરાતના હવામાન (weather update) માં પલટો આવશે. પરંતુ આ વચ્ચે પતંગ રસિયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. ઉત્તરાયણ (uttarayan) ના દિવસે પવનની ગતિ સારી રહેશે. ઉત્તરાયણ પ્રતિ કલાકે 10 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

આજે પણ અમદાવાદ શહેતમાં પ્રતિ કલાકે 11 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. આગામી 24 કલાક લઘુત્તમ તાપમાન યથાવત રહેશે. હાલ રાજ્યભરમાં કડકડતી ઠંડી યથાવત છે. 6 શહેરોમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું છે. 5.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર છે. તો ડીસા અને રાજકોટ 9 ડિગ્રી, વડોદરા 9.4 ડિગ્રી, અમરેલી-જૂનાગઢ 9.6 ડિગ્રી, ભુજ 9.8 ડિગ્રી, અમદાવાદ 10.1 ડિગ્રી નોંધાઈ છે.

કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તેના બાદ પણ જાન્યુઆરી મહિનામાં બીજીવાર માવઠુ પડવાનું છે. આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 16 થી 19 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવશે. આ દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે. એટલુ જ નહિ, જાન્યુઆરી મહિનાના અંતમાં 25 થી 29 જાન્યુઆરી સુધી પણ હવામાનનો પલટો રહેશે. આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં પણ વાતાવરણમાં પલટો આવશે.

પવની સાથે કાતિલ ઠંડી પડશે
હવામાન વિભાગના મતે, આજે અને આવતીકાલે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, કચ્છ, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગરમાં કોલ્ડ વેવ રહેશે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 13 જાન્યુઆરી સુધી જોરદાર ઠંડી પડશે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનું જોર વધુ રહેશે. કેટલાક જિલ્લામાં લઘુતમ તાપમાન 8 ડીગ્રી સુધી ગગડવાની શક્યતા છે. એ ઉપરાંત ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે 30થી 33 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

અંબાલાલ પટેલની 18થી 20 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી
રાજયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે આગામી 18થી 20 જાન્યુઆરી દરમિયાન ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તેમજ ફેબ્રુઆરી મહિનામાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના કહેવા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે, જે આવતીકાલે 13 જાન્યુઆરી સુધી રહેશે. ઉપરાંત આગામી તારીખ 18 , 19 અને 20 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે, જેને કારણે રવી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે.

ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવની અસરથી લોકો થથર્યા
ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં આવેલા પલટા બાદ ઠંડીનો અસહ્ય ચમકારો જોવા મળી રહ્યો છે. મંગળવારે ઉત્તર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડતાં લોકો ઠંડીથી ત્રસ્ત બન્યા હતા. મંગળવારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં 7, અરવલ્લીમાં 9 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. ગત સપ્તાહ કરતાં પાંચથી સાત ડીગ્રી તાપમાન ગગડતાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આજથી લઘુતમ તાપમાનના પારામાં એક ડીગ્રીનો વધારો થશે. એનાથી ઠંડીથી સામાન્ય રાહત મળશે. ઉત્તરાયણ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ મોટા ફેરફર જોવા મળશે નહિ. એવું હવામાન વિભાગનાં સૂત્રો દ્વારા જાણવા મળે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.