મેચ ચાલુ નથી થઇ એ પેહલા જ બીક લાગી ગઈ ઇમરાન ને / ઈમરાન ખાને ભારત-પાક મેચ જવા UAE પહોંચેલા ગૃહમંત્રીને તાત્કાલીક પાછા બોલાવ્યા, જુઓ પછી શું બહાનું કાઢ્યું એ…

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદને હાજર સુરક્ષા સ્થિતિને પહોંચી વળવા માટે પ્રધાનમંત્રી ઈમરાન ખાને તાત્કાલીક યૂએઈથી પાછા બોલાવ્યા છે.

  • રશીદ ભારત અને પાકિસ્તાન ટી 20 વિશ્વકપ મેચ લાઈવ જોવા ગયા હતા યૂએઈ
  • રશીદને રવિવારે તાત્કાલિક પાકિસ્તાન પાછું ફરવું પડ્યું
  • ટીએલપીના માર્ચને રોકવા માટે ઈમરાન ખાન સરકારે ભારે વ્યવસ્થા કરી

રશીદને રવિવારે તાત્કાલિક પાકિસ્તાન પાછું ફરવું પડ્યું
પાકિસ્તાનમાં અંદરની સ્થિતિ હાલના દિવસોમાં સારી નથી જણાઈ રહી. બહાર ભલે ઈમરાન સરકાર બધુ જ બરાબર હોવાનો દેખાળો કરી રહી હોય પરંતુ ત્યાંની સ્થિતિ સારી નથી જણાઈ કહી. આ જ કારણ છે કે પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદને હાજર સુરક્ષા સ્થિતિને પહોંચી વળવા માટે પ્રધાનમંત્રી ઈમરાન ખાને તાત્કાલીક યૂએઈથી પાછા બોલાવ્યા છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલના જણાવ્યાનુંસાર રશીદ રવિવારે તાત્કાલિક તેમને પોતાના દેશ પાછું ફરવું પડ્યું છે.

રશીદ ભારત અને પાકિસ્તાન ટી 20 વિશ્વકપ મેચ લાઈવ જોવા ગયા હતા યૂએઈ
ઉલ્લેખનીય છે કે પ્રતિબંધિત કટ્ટરપંથી ઈસ્લામી ગ્રુપ તહરીક-એ- લબ્બેક પાકિસ્તાન(ટીએલપી)એ પહેલા જ જાહેરાત કરી દીધી છે કે તે પોતાના પ્રમુખ હાફિજ સાદ હુસૈન રિજવીની નજરબંધીની વિરુદ્ધ શુક્રવારે ઈસ્લામાબાદ તરફ એક મોટી રેલી કરવા જઈ રહ્યા છે. પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદે ભારત અને પાકિસ્તાન ટી 20 વિશ્વકપ મેચ લાઈવ જોવા માટે ઈમરાન ખાન પાસે પરવાનગી લીધી હતી. પરંતુ પાકિસ્તાનમાં જેટલી તેજીથી સ્થિતિ બદલાઈ રહી છે તેને જોતા તેને પાછા બોલાવવામાં આવ્યા છે

ટીએલપીના માર્ચને રોકવા માટે ઈમરાન ખાન સરકારે ભારે વ્યવસ્થા કરી
સમાચાર એ છે કે ટીએલપીના માર્ચને રોકવા માટે ઈમરાન ખાન સરકારે ભારે વ્યવસ્થા કરી છે. માર્ચ રોકવા માટે શનિવારે પાકિસ્તાનમાં અર્ધ સૈનિક દળોના 500થી વધારે કર્મચારીઓ અને 1000 સીમા કર્મીઓની ટુકડીને તૈનાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ટીએલપીના મુખ્યાલયથી તહરીક -એ- લબ્બેક પાકિસ્તાનના ઈસ્લામાબાદ તરફથી શાંતિપૂર્ણ નમૂસ-એ-રિસાલત માર્ચ જુમ્માની નમાજ બાદ શરુ થશે.

હાફિજ સાદ હુસૈન રિજવીને મુક્ત કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે
ટીએલપીના સેંકડો કાર્યકર્તાઓ હજું પણ લાહોરમાં ધરણા કરી રહ્યા છે જેથી પંજાબ સરકાર પર તેમના દિવંગત સંસ્થાપક ખાદિમ રિજવીના દીકરા હાફિજ સાદ હુસૈન રિજવીને મુક્ત કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. હાફિજ સાદ હુસૈન રિજવીને પંજાબ સરકારે 12 એપ્રિલથી સાર્વજનિક વ્યવસ્થા બનાવી રાખવા માટે નજર કેદ કરવાનું ચાલુ રાખ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.