બસ બ્લાસ્ટ અગાવના CCTV / સુરતમાં દુર્ઘટના અગાઉના CCTV ફૂટેજ આવ્યા સામે, જુઓ આગ પેહલા બસને લાગ્યા હતા જોરદાર ઝટકા, અને પછી… : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

બસમાં આગ લાગી હોવાની જાણ બાઈક ચાલકે કરી હતી-ડ્રાઈવર

સુરતના યોગીચોક પાસે મંગળવારે રાતના 9.35 કલાક આજુબાજુ ભાવનગર જવા નીકળેલી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું. જેને કારણે આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો હતો, પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી.બસમાં આગ લાગ્યા પહેલાના સીસીટીવીસામે આવ્યાં છે. જેમાં બસ ઝટકા મારીને બંધ થયા બાદ બ્લાસ્ટ થયો હતો. બાદમાં આગ લાગ્યાનું ધ્યાને આવતાં જ પાનની કેબિન પર બેઠેલા સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો હતો.

એક મહિલા જીવતી સળગી ગઈ
ભાવનગર જવા નીકળેલી લકઝરી બસમાં ‘લકઝરી’ સેવાને કારણે જ શોર્ટસર્કિટ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. આગ લાગ્યા બાદ તરત જ બસના પાછળના ભાગે બ્લાસ્ટ થયો હતો. બસમાં 1×2ની વ્યવસ્થાની સ્લિપિંગ એસીની વ્યવસ્થા હતી. જમણી બાજુ પાછળના ભાગે બે રેકમાં ડબલ બેડવાળા બોક્સ હતા, જેમાં ઉપરના ભાગે મહિલા સહિત બે લોકો બેઠા હતા. એકાએક આગ લાગતાં આ બોક્સમાં બેઠેલી મહિલાને બસમાંથી ઊતરવાનો સમય જ મળ્યો ન હતો અને તે જોતજોતાંમાં જ જીવતી સળગી ગઈ હતી.

બસમાં ચાર્જિંગના યુનિટ હતા 
બસમાં મોબાઇલ ચાર્જિંગ માટેના પણ યુનિટ્સ આપેલા હતા. શક્યતા છે કે એને કારણે પહેલા શોર્ટસર્કિટ થયું અને પછી આગ લાગી હતી. આગ લાગ્યા બાદ બસના નીચેના ભાગે ટેમ્પરેચર વધ્યું અને તરત જ એસીનું કમ્પ્રેસર ફાટ્યું હતું. આ બ્લાસ્ટ અને બસમાં સૂવા માટે ગોઠવાયેલી ફોમની ગાદીને કારણે આગ વધુ વિકરાળ બની હતી.

( CCTV ફૂટેજ નો વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/19/03-surat-bus-pankaj_1642572393/mp4/v360.mp4 )

બાઇકચાલકે મને આગ લાગી હોવાનો ઇશારો કર્યો – લકઝરી બસ ડ્રાઇવર
યોગીચોક પાસેથી હું લકઝરી લઈને જતો હતો ત્યારે એક બાઇકવાળો ઓવરટેક કરીને નજીક આવ્યો અને કહેવા લાગ્યો કે તારી બસની પાછળના ભાગે ધુમાડા નીકળે છે, એટલે મેં તરત બસ ઊભી રાખી અને પાછળ જઈને ચેક કર્યું એટલીવારમાં તો આગ વધુ ફેલાઈ ગઈ હતી.

આગ પહેલાના બસના સીસીટીવી સામે આવ્યા છે. માત્ર 30 સેકન્ડમાં બસ આગની જ્વાળામાં લપેટાઈ જાય છે. રોડ પર ચાલુ બસ ઝટકા મારે છે, અને બાદમાં અચાનક બસ બંધ પડે છે. આગ લાગતા એક વ્યક્તિ બસમાંથી ઉતરી જાય છે અને ત્યારે જ બસના પાછળના ભાગે બ્લાસ્ટ થાય છે. બસમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. આ ઘટનામાં જે મહિલા આગમાં લપેટાયેલી દેખાય છે તે પતિ સાથે હનિમૂન પરથી પરત ફરી રહી હતી.

સુરત પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, હીરાબાગ સર્કલ પાસે GJ04 AT 9963 નંબરની રાજધાની ટ્રાવેલ્સની બસ ઉભી હતી. બસમાં 12 પેસેન્જર બેસાડાયા હતા, તેના બાદ બદ અક્ષરદીપ કોમ્પ્લેક્સ વેડ રોડથી કતારગામ તરફ જઈ રહી હતી. બસમા એસીનુ કમ્પ્રેસર ફાટતા આગ લાગી હતી. જેમાં સવાર ભાવનગરનો રહેવાસી વિશાલ નવલાની (ઉંમર 32 વર્ષ) ચાલુ બસમાઁથી નીચે કૂદી ગયો હતો. તેને મોઢાના ભાગે ઈજા થઈ હતી. પરંતુ તેની પત્ની તાનિયા નવલાની (ઉંમર 30 વર્ષ) બસમાંથી કૂદી શકી ન હતી. આગને કારણે તે આખા શરીરે દાઝી ગઈહતી. જેથી તે આગમા જ મોતને ભેટી હતી.

આ દંપતી મૂળ ભાવનગરનું છે. તેઓ લગ્ન બાદ ગોવા હનિમૂન પર ગયા હતા. ગોવાથી નવદંપતી ફ્લાઈટ દ્વારા સુરત આવ્યુ હતુ. જ્યાથી તેઓ બસ દ્વારા ભાવનગર જવા નીકળ્યા હતા. બસમાં તેમણે સીટ નંબર 25 અને 26 બૂક કરાવી હતી. સુરતની હોટલમાં ડિનર લીધા બાદ દંપતી બસમાં ચઢ્યુ હતું. પરંતુ હીરાબાગ સુધી પહોંચતા જ બસ આગની જ્વાળામાં લપેટાઈ હતી. જેમાં તાનિયા નવલાનીનુ મોત થયુ હતું. આગ લાગતા વિશાલ નવલાની તો સમયસર બસમાંથી કૂદી ગયો હતો, પણ તાનિયા બસમાંથી કૂદી શકી ન હતી. જેથી જેના હાથની મહેંદી પણ ઉતરી ન હતી, તે ઘરે પરત ફરતા પહેલા જ મોતને ભેટી હતી.

બસમાંથી અન્ય મુસાફરો સમયસર નીકળી ગયા હતા, જેથી તેઓનો જીવ બચ્યો હતો. પોલીસે સીપીઆરસી કલમ 174 મુજબ મોતનો ગુનો દાખલ કર્યો છે. જેની તપાસ શરૂ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.