સાળો ભાન ભુલ્યો / નય જેવી બાબતમાં મામેરું લઈને આવેલા સાળાએ પોતાના બનેવી પર કર્યો ઘાતક હુમલો કર્યો, જુઓ પછી જે થયું એ જાણીને તમે ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ ગુજરાત

પોશીનાના છત્રાંગમાં મામેરૂ લઇને આવેલ પિયરિયાંઓ પૈકી કુટુંબી સાળાએ ગુરૂવારે સાંજે પાંચેક વાગ્યાના સુમારે હજુ સુધી જમવાનું કેમ બનાવ્યું નથી કહી અપશબ્દો બોલતાં બનેવીએ અપશબ્દો બોલવાની ના પાડતાં કમરમાંથી છરી કાઢી પીઠમાં ઝીંકી દીધી હતી અને છરી કાઢી ફરાર થઇ ગયો હતો. ગંભીર ઇજાને કારણે લોહી વહી જતાં પોશીના સીએચસીમાં સારવાર અર્થે લઇ જતાં તબીબે મૃત જાહેર કર્યા હતા.

પોશીના પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટ ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૂળ પોશીનાના બારા ગામના અને હાલ આબુરોડના નીચલા ખેજડા ગામમાં રહેતા વેલાભાઇ સવાભાઇ ઉર્ફે અરજણભાઇ (60) તેમની પત્ની મીરકીબેન તેમની ફોઇના ત્રણેય દીકરાના દસેક દિવસ અગાઉ લગ્ન થઇ ગયેલ હોઇ.

અને સમાજના રિતરિવાજ મુજબ મામેરૂ કરવાનું હોઇ ટ્રેક્ટર લઇને સવારે અગિયારેક વાગ્યે છત્રાંગ ગામે ગયા હતા જ્યાં મીરકીબેનના ભાઇઓ સોપાભાઇ નરસાભાઇ ડુંગાસીયા, પ્રભુભાઇ નરસાભાઇ ડુંગાસીયા અને પિયરમાંથી અન્ય વ્યક્તિઓ સાથે આવ્યા હતા.

મામેરાની રસમ પૂર્ણ થયા બાદ ફોઇના દીકરાઓએ સમાજના રિતરિવાજ મુજબ જમણવાર માટે આપેલ સીધામાંથી ભોજન બનાવાઇ રહ્યું હતું. તે દરમિયાન સાંજે પાંચેક વાગ્યે મામેરામાં પિયરિયા સાથે આવેલ કુટુંબી સાળો ભીખાભાઇ ભારમાભાઇ ડુંગાસીયાએ વેલાભાઇને અપશબ્દો બોલી હજુ સુધી જમવાનું કેમ બનાવ્યું નથી તેમ કહેતાં વેલાભાઇએ અપશબ્દો બોલવાની ના પાડતાની સાથે કમરમાંથી છરી કાઢી વેલાભાઇની પીઠમાં ઝીંકી દીધી હતી અને છરી કાઢીને ફરાર થઇ ગયો હતો.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત વેલાભાઇને સારવાર અર્થે ખસેડાતાં પોશીના સીએચસીમાં હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના મોટાભાઇ ગોવાભાઇ સવાભાઇ પરમારે ફરિયાદ નોંધાવતા પોલીસે ભીખાભાઇ ભારમાભાઇ ડુંગાસીયા વિરુદ્વ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોશીના પીએસઆઈ આર.જે.ચૌહાણના જણાવ્યાનુસાર છત્રાંગ ગામે થયેલ મર્ડર બાબતે આરોપી રાજસ્થાન સીયાવા ગામનો હોવાથી હાલ રાજસ્થાન પોલીસને જાણ કરી આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરાઈ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.