સુરતમાં હત્યા આમ બાબત / સુરતમાં પોલીસના ડર વગર નઈ જેવી બાબતમાં એક યુવકને ક્રૂરતાપૂર્વક ચપ્પુના ઘા મારીને હત્યા કરાઈ, જુઓ CCTV ફૂટેજ

ટોપ ન્યૂઝ સુરત

પિતાના અવસાન બાદ મૃતક દીકરા પર પરિવારની જવાબદારી હતી, બે બાઈક પર આવેલા ચારે યુવકને ચપ્પુના ઘા મારી પતાવી દીધો હતો

સુરત શહેરના રાંદેરમાં જાહેરમાં લઘુશંકા કરનારને યુવકે ઠપકો આપતા તેની અદાવતમાં ચાર લોકોએ રેમ્બો છરો મારી હત્યા કરી નાખી હતી. બે દિવસ પહેલાની આ ઘટનાના ચોંકાવનારા સીસીટીવી સામે આવી રહ્યા છે. જેમાં યુવકને ક્રુરતાપૂર્વક ચપ્પુના ઘા મરાઇ રહ્યાનું સ્પષ્ટ જોઇ શકાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નોકરી પરથી આવ્યા બાદ ઘરેથી વિધવા માતા પાસે 50 રૂપિયા લઈને નીકળેલો રવિ 10 મિનિટમાં આવું છું કહીને ગયો હતો અને 30 મિનિટમાં પુત્રની હત્યા થઈ હોવાની જાણ થઈ હતી.

મૃતકના મામા પ્રવીણભાઈ સોલંકીએ જણાવ્યું કે પિતાના અવસાન બાદ વિધવા માતાને આર્થિક મદદ કરવા માટે રવિએ સિક્યુરિટી ગાર્ડની નોકરી શરૂ કરી હતી. મોટો દીકરો હોવાથી ઘરની બધી જ જવાબદારી તેના પર જ હતી. એક નાનો ભાઈ અને ખાનગી હોસ્પિટલમાં આયા તરીકે કામ કરતા વિધવા માતાને મોડી રાત્રે હોસ્પિટલમાંથી આવેલા ફોન પર જાણ કરાતા આખો પરિવાર શોકમાં ગરક થઇ ગયો હતો.

નોકરી પરથી આવીને રવિએ ઘરમાં બેગ મુકી અને માતા પાસે 50 રૂપિયા લઈ 10 મિનિટમાં આવું છું કહીને જતો રહ્યો હતો. 30 મિનિટ બાદ માતાએ એને ફોન કરી સંપર્કનો પ્રયાસ કર્યો હતો. જો કે થોડીવાર બાદ મિત્રોએ ફોન પર જાણ કરી હતી કે રવિની હત્યા થઈ ગઈ છે. આ સાંભળી આખો પરિવાર પર આભ તુટી પડ્યું હતું. 10 મિનિટનું કહીને ગયેલો રવિનો મૃતદેહ જ આવશે તેવી કોઇને ખબર પણ નહોતી.

રવિ પાલનપુર પાટિયા ગાયત્રી સર્કલ પાસે સંજય ઉર્ફ સંજુ સહદેવ જગતાપ લઘુશંકા કરતો હતો. આ બાબતે રવિએ તેને ઠપકો આપતા મામલો વણસ્યો હતો. રવિએ શાંતિપુર્વક અહીં લધુશંકા નહીં કરવા સમજાવ્યું હતું. જો કે પાંચ મિનિટ બાદ સંજુએ બે બાઇક પર તેના ત્રણ મિત્રો સાથે આવીને રવિ સાથે ઝઘડો કરીને તેને માર માર્યો હતો. તે સમયે રવિનો મિત્ર જયશ નથવાણી પણ હતો. જયેશને પણ તમાચા માર્યા હતા. દરમિયાન ચાર પૈકીના એક વ્યક્તિને રવિના પગના ભાગે રેમ્બો છરો મારી દીધો હતો. જો કે ધોરી નસ કપાઇ જવાનાં કારણે રવિનાં શરીરમાંથી લોહી મોટા પ્રમાણમાંવહી જતા તેનું મોત નિપજ્યું હતું. હાલ તો રાંદેર પોલીસ સ્ટેશનમાં મૃતકના માતા લત્તાબહેને ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે તપાસ આદરી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/08/23-surat-younger-murder-cctv-sunil-shailesh1_1644328632/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *