અરે બાપરે / અમદાવાદમાં નય જેવી બાબતમાં લુખ્ખાતત્વોએ પિતા પુત્ર પર છરી વડે હુમલો કર્યો, જુઓ પછી થયું એવું કે જાણીને તમારું કાળજું કંપી ઉઠશે

અમદાવાદ

રોજબરોજ અકસ્માતના ઘણા કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે અમદાવાદ નારોલમાં બાઇક અથડાવવા બાબતે લુખ્ખાતત્વોએ પિતા પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાં દીકરાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે. જો કે હાલ તો આ સમગ્ર મામલે ચકચાર મચી જવા પામી છે. હાલ તો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે.

પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ આરોપી પ્રજ્ઞેશ પંડયા, સચિન શર્મા અને સંદીપે પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે. જેને પગલે 64 વર્ષના લચ્છીરામ મોત નિપજ્યું હતું. જ્યારે તેમનો પુત્ર વિવેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. ઘટના કંઈક એવી છે કે, મૃતક લચ્છી રામ અને તેનો પુત્ર વિવેક સરદાર પટેલ એસ્ટેટ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા.

દરમિયાન આરોપીની બાઈક અથડાતા વિવેકે આરોપી સાથે તકરાર કરી હતી. જેની અદાવત રાખીને ત્રણેય આરોપીએ છરીના ઘા ઝીંકીને હુમલો કર્યો હતો. જેમાં લચ્છી રામનું મોત નીપજ્યું હતું. જ્યારે વિવેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતક લચ્છીરામ સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરે છે. બે દિવસ પછી પિતા પુત્ર પોતાના વતન ઉત્તર પ્રદેશ જવાના હતા.

પિતા પુત્ર અંગત કામથી તેઓ ઘરેથી નીકળ્યા હતા. ત્યારે સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું અને એક વૃદ્ધને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. મહત્વનું છે કે, આરોપી પ્રજ્ઞેશ સચિન અને સંદીપ બાઇક ઉપર જઇ રહ્યા હતા. ત્યારે વિવેક સાથે બાઇક અથડાવવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ પિતા-પુત્ર ઉપર છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. નારોલ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. નારોલ પોલીસે હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરીને અન્ય કોઈ ગુના આચર્યા છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.