સુરત(Surat): શહેરમાં અવારનવાર નજીવી બાબતોમાં મારામારીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત આ જ પ્રકારની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. મળતી માહિતી અનુસાર, સુરતના અડાજણ(Adajan) મહાલક્ષ્મી મંદિર(Mahalakshmi Temple) પાસે નજીવી બાબતમાં માથાકૂટ થઇ હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રોયલ રેસીડેન્સી અને દુકાનદાર વચ્ચે મોડી રાત્રે ઢીંગાણું સર્જાયું હતું. પાર્કિંગના મુદ્દાને કારણે બંને ગ્રુપ સામસામે આવી ગયા હતા અને બંને વચ્ચે મારામારી થઇ હતી. મામલો વધુ ઉગ્ર બનતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્રિત થઇ ગયા હતા.
પોલીસને આ અંગે જાણકારી મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં સમગ્ર ઘટના અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. આ પ્રકારની ઘટના સુરતમાં અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે ફરી એક વાર બનાવ બનતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાની-નાની બાબતોમાં લોકો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાય છે. મોટા ભાગે પાર્કિંગ બાબતે બંને પક્ષો સામસામે આવી જાય છે અને મામલો વધુ ઉગ્ર બને છે. જેને કારણે મુદ્દો ખુબ જ ગંભીર બનતો જાય છે.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!