શા માટે સામે ચાલીને જીવ જોખમમાં મુકો છો? / સુરતના રેલવે સ્ટેશન પર 20 કિમીની ઝડપે ચાલતી ચાલુ ટ્રેનમાં ઉતારવા જતા યાત્રી 30 મીટર ઘસડાયો, જુઓ હાલ થયા બેહાલ : જોઈલો LIVE વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર સવારે 8:38 ક્લાકે બાંદ્રા-ગોરખપુર ટ્રેનની ઘટના, ટ્રેન શરૂ થઈ ગયા બાદ યુવકને ઉતરવાનું ધ્યાન પર આવ્યું, પ્લેટફોર્મ યાત્રીઓની ચિચિયારીથી ગુંજી ઊઠ્યું, ટ્રેન સાથે ઘસડાઇ રહેલા મુસાફરને બચાવવા અન્ય યાત્રીઓમાં પણ દોડધામ

સુરત રેલવે સ્ટેશને સોમવારે સદનસીબે એક મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રેનના ગાર્ડની સાવચેતીને પગલે એક મુસાફર ટ્રેનની નીચે આવતાં બચી જવા પામ્યો હતો. ગાર્ડે સમયસર ઇમર્જન્સી બ્રેક લગાવતાં મુસાફરનો જીવ બચ્યો હતો. આ ઘટના સવારે 8:38 કલાકે સુરત સ્ટેશને બની હતી. ટ્રેન નંબર 19091 બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસ પોતાના નિર્ધારિત સમયે 8:32 કલાકે સુરત સ્ટેશને પ્લેટફોર્મ નંબર 1 પર આવી હતી. 5 મિનિટના રોકાણ બાદ 8:37 કલાકે તે ઉપડી હતી.

જો કે, થોડી જ વારમાં આશરે 40 વર્ષનો એક મુસાફર ટ્રેનના કોચ બી-6માંથી ઉતરવાના પ્રયાસમાં પોતાનું સંતુલન ગૂમાવી બેસ્યો હતો, તે સમયે ટ્રેનની ઝડપ 20 કિમીની હતી. સ્ટેશન પર લોકો મુસાફરને બચાવવા માટે પાછળ-પાછળ દોડવા લાગ્યા હતા. ટ્રેન ગતિ પકડે તે પહેલાં જ ગાર્ડ પ્રિયેશ સિંહની નજર પડતાં તેમણે સહેજ પણ સમય બગાડ્યા વિના ઇમરજન્સી બ્રેક લગાવી દીધી. જેના પગલે ટ્રેન અટકી ગઇ હતી અને મુસાફરનો જીવ બચી ગયો. જોકે ટ્રેન અટકે ત્યાં સુધીમાં 30 મીટર સુધી તે ઘસડાતો રહ્યો હતો.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/01/04_1646116447/mp4/v360.mp4 )

ટ્રેન ચાલુ થયા બાદ મારી નજર અચાનક નીચે ઉતરવાની કોશિશ કરતાં મુસાફર પર પડી. જો હું આ બાબતની સૂચના લોકો પાયલોટને આપત અને તેઓ બ્રેક મારત ત્યાં સુધી ઘણું મોડું થઇ ચૂક્યું હોત અને સંભવત: મુસાફરનો જીવ બચાવવો મુશ્કેલ થઇ જાત. આ સ્થિતિમાં મુસાફરનો જીવ બચાવવા માટે મને ઇમર્જન્સી બ્રેક લગાવવી જ યોગ્ય લાગી. – પ્રિયેશસિંહ, ટ્રેનનો ગાર્ડ


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.