અરે બાપરે / ખેડા નજીક મહેમદાવાદ પંથકમાં કપાસ ભરેલા ટ્રકમાં અચાનક ભભૂકી ઉઠી ભીષણ આગ, જુઓ ટ્રક ચાલાક અને વધુ એક વ્યક્તિનો હાલ થયો બેહાલ : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

આજકાલ આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં કરોલી નજીક રૂ ભરેલા ટ્રકમાં અચાનક ભિષણ આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈ અફડાતફડી મચી ગઈ હતી. મોડીરાત્રે બનેલા બનાવની જાણ ફાયરની ટીમને થતા નડિયાદ, મહેમદાવાદ, કઠલાલ, મહુધા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી આગ પર કાબુ મેળવ્યો છે. આ બનાવમાં રૂનો જથ્થો સહિત ટ્રક બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, મહેમદાવાદ તાલુકાના કરોલી ગામ નજીક ગુરુવારની મોડી રાત્રે રૂ નો જથ્થો ભરેલા ટ્રકમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. જોકે, સમયસર ટ્રક ચાલકે રોડ પર જ ટ્રકને અટકાવી ચાલક અને ક્લીનર બહાર નીકળી જતાં બન્નેનો આબાદ બચાવ થયો હતો. રૂનો જથ્થો હોવાથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતાં આખો ટ્રક બળીને ખાક થઇ ગયો હતો.

ઘટનાની જાણ નડિયાદ, મહેમદાવાદ, કાથાલાલ, મહુધા ફાયર બ્રિગેડને થતાં આ તમામ ટીમો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગ લાગતાં મહંમદાવડ કાથાલાલ હાઇવે થોડા કલાકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

મહેમદાવાદ પોલીસ અને કાથાલાલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. કપાસનો આટલો જથ્થો નિમુડીથી મધ્યપ્રદેશ લઈ જવામાં આવ્યો હતો. ટ્રકની ગ્રિલ સાથે અથડાવાને કારણે આગ લાગી હોવાનું ટ્રક ચાલકે પ્રાથમિક અનુમાન લગાવ્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.