રહીશની દાદાગીરી તો જુઓ / સુરતમાં ભાન ભૂલેલા શખ્સે 11 વર્ષના બાળકને જમીન પર પાડી દઈ ઢોર માર માર્યો, પોલીસે પણ અટકાયતનું નાટક કરી છોડી મૂક્યો – જુઓ CCTV વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

રહીશની દાદાગીરી : સુરતમાં 11 વર્ષના બાળકને સ્થાનિકે જમીન પર પાડી દઈ માર માર્યો, પોલીસે અટકાયતનું નાટક કરી છોડી મૂક્યો!

શહેરમાં હવે બાળકોને માર મારવાની ઘટના સામે આવે છે. શ્વાનને લઈ નીકળેલ બાળકને એક શખ્સ દ્વારા માર મારવામાં આવ્યો હતો. શખ્સે રોફ ઝાડીને માસુમ બાળકને જમીન પર પછાડ્યો હતો. એટલું જ નહિ, પણ તેની માતાને મારવાની ધમકી આપી છે. આ કારસ્તાન કરનાર શખ્સનો ભાઈ ઊંચા સરકારી હોદ્દા પર હોવાનું જાણવા મળ્યું છે.

સુરતમાં 11 વર્ષના બાળકને સ્થાનિકે જમીન પર પાડી દઈ માર માર્યો, પોલીસે અટકાયતનું નાટક કરી છોડી મૂક્યો!સુરતના ઘોડદોડ રોડની આચમન સોસાયટીમાં શ્વાન લઈને નીકળેલા 11 વર્ષના માસૂમ બાળકને વગરવાંકે એક સ્થાનિકે માર માર્યો હતો. આ ઘટના મંગળવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી. બનાવ અંગે ઉમરા પોલીસને કોલ મળ્યો હતો. સોસાયટીમાં રહેતા વીરદેવસિંહ નવલસિંહ સરવૈયા (40)ને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે સોસાયટીમાં નાનાં બાળકો રમતાં હતાં, જેથી વીરદેવસિંહે રમવાની ના પાડી હતી. આથી ગુસ્સામાં તેણે શ્વાન લઈને આવેલા એક 11 વર્ષના બાળકને વગરવાંકે કાન અમળીને જમીન પર પાડી દઈ માર માર્યો હતો. બાળકને મારવાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઉમરા પોલીસે મોડી રાતે વીરદેવસિંહ સામે અટકાયતી પગલાં ભરી છોડી મૂકવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વીરદેવસિંહનો ભાઈ સરકારી ઓફિસર હોવાની વાત સામે આવી છે. જોકે આ બાબતે પોલીસે સત્તાવાર કોઈ સમર્થન આપ્યું નથી.

સુરતના ધોડદોડ રોડની આચમન સોસાયટીમાં મંગળવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. જેમાં 11 વર્ષનો માસુમ બાળક પોતાના શ્વાનને લઈને ચાલવા નીકળ્યો હતો. ત્યારે સોસાયટીમાં રહેતા વિરદેવસિંહ નવલસિંહ સરવૈયા ત્યાં આવી ચઢ્યા હતા. તેમણે સોસાયટીમાં નાના બાળકો રમતા હતા, ત્યાં તેમને રમવાની ના પાડી હતી. જ્યાં તેમણે શ્વાન લઈને આવેલા 11 વર્ષના બાળકને માર માર્યો હતો. તેનો કાન આમળીને તથા જમીન પર પછાડીને પણ માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીના કેમેરામાં કેદ થઈ હતી. તેમણે બાળક સાથે અમાનવીય વર્તન કર્યુ હતું. એટલુ જ નહિ, આ જોઈને આસપાસ લોકો દોડી આવ્યા હતા, છતા વિરદેવસિંહ અટક્યો ન હતો.

આ મામલે ઉમરા પોલીસે ફરિયાદ નોંધી વિરદેવસિંહ સામે અટકાયતી પગલા લીધા હતા. જોકે, વિરદેવસિંહ સરકારમાં ફરજ બજાવતા મામલતદાર વિશ્વજીત સરવૈયાના ભાઈ હોવાનું સામે આવ્યું છે. તો શુ સરકારી હોદ્દાના રુએ તેણે બાળક સાથે આ વર્તન કર્યું?


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.