કાયદો અને વ્યવસ્થાના ચિંથરે હાલ / સુરતમાં બબાલમાં છુટા પડાવવા માટે વચ્ચે પડેલા યુવકને પણ ઢીબી નાખ્યો, જુઓ પછી જે થયું એ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ સુરત

શહેરમાં હવે કાયદો અને વ્યવસ્થા જેવી કોઇ સ્થિતિ રહી નથી. રોજેરોજ દુષ્કર્મ, હત્યા, છેડતી જેવા ગુનાઓ રોજિંદી રીતે બની રહ્યા છે. સુરતમાં હત્યાનો સીલસીલો જારી છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી હતી. વડોદ ગામમાં યુવતીની છેડતીના મુદે ઠપકો આપતા થયેલા ઝઘડામાં એક તરુણની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાઈ હતી. આ મુદ્દે પોલીસે ગુનો નોંધી તપાસ દરમિયાન આરોપીને ગણતરના સમયમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક દિવસ પહેલા સુરતના વડોદ સ્થિત ગણેશ નગરમાં રહેતા અભિષેકસિંગ રમાશંકરસિંગ રાજપુતના મિત્ર ઉમાશંકર ઉર્ફે સંકેતની બહેન પર પાંડેસરા હાઉસિંગ વિસ્તારમાં રહેતો રોહીત યાદવ કોમેન્ટ કરતો હતો. જેથી રોહિતને સમજાવવા તેના ભાઈ અને મિત્ર ગયા હતા. જેથી તેઓની વચ્ચે ઝઘડો થયો હતો.

આ દરમ્યાન રોહિતે તેના મિત્ર ઉમાશંકર ઉર્ફે સંકેતને ગાળો આપી ગાલ પર બે તમાચા મારી દીધા હતા. જેથી અભિષેકનો ભાઈ આદર્શ ઉર્ફે રાહુલ વચ્ચે પડતા ઉશ્કેરાયેલા રોહિતે તેની પાસે રહેલા ચપ્પુ વડે રાહુલના છાતી ભાગે એક ઘા મારી ગંભીર ઈજાઓ પહોચાડી હતી.

છાતીના ભાગે ઘા વાગતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો. આ દરમિયાન રાહુલને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર મનીષને પણ રોહિતે છાતીના ભાગે એક ઘા મારી દીધો હતો. એટલું જ નહી ચપ્પુના ઘા ઝીકી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ ઘટનાને પગલે ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ઈજાગ્રસ્ત રાહુલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં તેનું મોત થયું હતું. આ બનાવને લઈને પોલીસે રાહુલના ભાઈ અભિષેકસિંગ રમાશંકરસિંગ રાજપુતની ફરિયાદના આધારે રોહીત યાદવ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે. આ દરમિયાન પાંડેસરા પોલીસે હત્યાના આરોપી રોહીત યાદવની ગણતરીના સમયમાં ધરપકડ કરી હતી. વધારે તપાસ પોલીસ કરી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.