ફાઈવસ્ટાર ચોર ઝડપાયો / સુરતમાં મોટા લગ્ન પ્રસંગોમાં ‘હાથફેરો’ કરતો ફાઈવસ્ટાર ચોર ઝડપાયો, જુઓ પાછો ચોર મહેમાન બની કરતો આ કામ

ટોપ ન્યૂઝ સુરત

રાજસ્થાનના જયપુરમાં આવેલ ક્લાર્કસ આમેર ફાઈવસ્ટાર હોટલમાં વેપારીના સ્વાંગમા રોકાઇ દાગીના લઈ થયો હતો ફરાર

ફાઇવસ્ટાર હોટલોમાં લગ્નોમાં જઇ દાગીના ચોરનાર આંતર રાજ્ય ટોળકીનો સાગરીત સુરતના દિલ્હી ગેટ વિસ્તારની એક હોટલ માંથી ઝડપાયો હતો. રાજસ્થાનના જયપુર અને ઉદેપુરના બે પોલીસ સ્ટેશનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા સાથે પોલીસે રૂ.2 કરોડથી વધુ કિંમતના દાગીના જપ્ત કર્યા

રાજસ્થાનના જયપુરના જયપુરમાં કરી હતી ચોરી : સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફાઇવસ્ટાર હોટલોમાં લગ્ન પ્રસંગોમાં જઇને ચોરી કરનારી આંતર રાજ્ય ટોળકીના આરોપીને ઝડપી લઇ બે રાજસ્થાનના જયપુર અને ઉદેપુર પોલીસમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલવા સાથે રૂપિયા બે કરોડથી વધારે કિંમતના દાગીના કબજે કર્યા છે. રાજસ્થાનના જયપુરમાં આવેલ ક્લાર્કસ આમેર ફાઈવસ્ટાર હોટલમાં વેપારીના સ્વાંગમા રોકાઇને ફાઈવ સ્ટાર હોટેલોમાં આયોજિત લગ્ન પ્રસંગ અને ફેશન શોમાં પ્રવેશ કરી ભીડભાડનો લાભ ઉઠાવી ચોરી કરતા હોવાની મોડ્સ ઓપરેન્ડી બહાર આવી છે.

ડીસીબીએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાંચની ટીમના જવાન પેટ્રોલિંગમાં હતા. બાતમીના આધારે દિલ્હી ગેટ પાસેથી શકમંદ આરોપી જયેશ રવજીભાઇ સેજપાલ (લહાણા) (રહે બીર પદમાવતી એપાર્ટમેન્ટ મક્તાનંદ રોડ વાપી વેસ્ટ જી. વલસાડ મળગામ-જોડીયા જામનગર) ને પકડી પાડવામાં આવ્યો હતો. જેની પાસેથી 2 કરોડ રૂપીયાના સોનાના ડાયમંડ જડીત ઘરેણાઓ મળી આવ્યા હતાં. પૂછપરછમાં ઘરેણાં રાજસ્થાનની ક્લાર્કસ આમેર ફાઈવસ્ટાર હોટલમાં વેપારીના સ્વાંગમા રોકાણ કરી ચોરી કર્યા હોવાની કબૂલાત કરતા રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી આરોપીને જયપુર પોલીસને સોપવા તજવીજ શરૂ કરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચએ જયપુર પોલીસની બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી હતી.

ભીડભાડનો લાભ લઈ ચોરી કરતાં : ફાઇવસ્ટાર હોટલોમા વેપારી તરીકે રોકાઇ લગ્ન પ્રસંગ તથા પાર્ટી ફેશનમાં આવેલ લોકોની ભીડભાડમા ઉભો રહી આવતા જતા મહેમાનો સાથે ભળી જઇ તેમની વાતચીત પરથી તેમના નામ અને રુમ નંબર અંગેની માહીતી મેળવી. રીસેપ્શન કાઉન્ટર પરથી પોતે રૂમ બુક કરનાર બોલતો હોય તેમ રુમ નંબરની ચાવી માંગી તે રુમમા જઇ રૂમમાંથી લોકર ખોલવાનો પ્રયત્ન કરી લોકર ન ખુલે તો રૂમમાંથી રીસેપ્શન કાઉન્ટર પર ફોન કરી લોકરનો પીન નંબર ભુલી ગયો છુ. તેમ કહી હોટલ સ્ટાફને બોલાવી લોકર ખોલાવતો અને લોકર ખોલી તેમાંથી જે કઈ મળે તે ચોરી કરવાની ટેવ ધરાવે છે.

સુરત પોલીસને જયપુર પોલીસ તરફથી બાતમી મળી હતી કે, ફાઇવસ્ટાર હોટલોમાં લગ્ન સમારોહમાં મહેમાનો સાથે મહેમાનની જેમ જ વાતો કરીને ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો અને મુળ જામનગર જિલ્લા ના જોડિયા નો વતની અને હાલ વાપીના વીર પદ્માવતી એપાર્ટમેન્ટ ખાતે રહેતો આરોપી જયેશ રવજીભાઇ સેજપાલ સુરતમાં દિલ્હીગેટ વિસ્તારમાં આવ્યો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના દિલ્હીગેટ વિસ્તારમાં વોચ ગોઠવીને જયેશ સેજપાલને સોનાના અને હીરાના દાગીનાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે, તે પોતાના સાગરીતો સાથે ફાઇવસ્ટાર હોટલોમા વેપારી તરીકે રોકાઇ લગ્ન પ્રસંગ તથા પાર્ટી કે ફંકશનમાં આવેલ લોકોની ભીડભાડમા ઉભો રહી આવતા જતા મહેમાનો સાથે મિત્રતા કેળવતો હતો.

તેમની વાતચીત પરથી તેમના નામ અને રુમ નંબર અંગેની માહીતી મેળવી. રીસેપ્શન પરથી પોતે રૂમ બુક કરનાર બોલતો હોય તેમ રુમ નંબરની ચાવી માંગી તે રુમમા જઇ રૂમમાંથી લોકર ખોલવાનો પ્રયત્ન કરી લોકર ન ખુલે તો રૂમમાંથી રીસેપ્શન કાઉન્ટર પર ફોન કરી લોકરનો પીન નંબર ભુલી ગયો છુ. તેમ કહી હોટલ સ્ટાફને બોલાવી લોકર ખોલાવતો અને લોકર ખોલી તેમાંથી જે કઈ મળે તે રોકડ રકમ અને દાગીનાની ઉઠાંતરી કરીને નાસી છુટતો હતો.

કબ્જે કરેલી વસ્તુઓ
સોનાના કંગન -ગુલાબના ફૂલના ડીઝાઇનવાળા નંગ- 2, સોનાનો હારરાણી ELIZABETH.II 50. DOLLARS 1947 લખેલ,  ડીઝાઇનવાળો – સાચા કલચર મોતી માળામા સોનાનુ હીરા જડીત પેન્ડલ છે નંગ- ૧, સોનાનો હીરાજડીત, બ્લ્યુ પન્ના સ્ટોન જડીત હાર તથા કાનન બટ્ટી સાથેનો સેટ નંગ-1 ડાયમન્ડ જડીત સોનાનો હાર સદપોલીસ વાળો છે નંગ- 1 -હીરાજડીત સોનાનો પાટલો નંગ- 1, સહેદ ધાતના અમેરીકન ડાયમન્ડ જડીત કેંગન નંગ-૨ સેમસંગ કંપનીના મોબાઇલ ફોન નંગ-2, – રોકડા રૂ. 37950


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.