હાલમાં ચર્ચિત બાગેશ્વર ધામમાં પડકાર ફેંકનાર પત્રકારને ઈન કેમેરા બતાવ્યો ચમત્કાર, પંડિતજીનો ડેમો જોઈને તમે પણ ચોંકી ઉઠશો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ

બાગેશ્વર ધામ દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ચૂકયું છે. નાગપુરથી ઉઠેલો ચમત્કાર અંગેનો વિવાદ પવનવેગે આખા દેશમાં પસરી ગયો. સાથે જ લોકો આ મુદ્દે બે ભાગમાં વહેચાઇ ગયા. સોશિયલ મીડિયામાં બાગેશ્વર ધામ ટ્રેન્ડ કરી રહ્યું છે. ચોરે ને ચૌટે તેની ચર્ચા ચાલી રહી છે. શ્રધ્ધા કે અંધશ્રધ્ધા, ચમત્કાર કે ઢોંગ, જ્ઞાન-વિદ્યા કે જાદુટોણાં એ મુદ્દે યુવાઓમાં પણ વાદ વિવાદ સાંભળવા મળી રહ્યો છે.

બાગેશ્વર ધામ મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાયપુરમાં રામકથા કરી રહ્યા છે. તેમના ચમત્કાર અને દિવ્ય દરબાર પર અનેકો સવાલ ઉઠી રહ્યા છે. સાથે જ તેમના પર આરોપ પણ લાગી રહ્યા છે કે, તેઓ અંધવિશ્વાસને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ આરોપ પર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કહી રહ્યા છે કે, અમે કોઈ વસ્તુ સારી કરી દઈશું, તેવો દાવો નથી કરતા. (વિડિઓ નીચે આપેલો છે) 

આ બધું ગુરુજીની કૃપાથી થાય છે. તમામ આરોપોની વચ્ચે બાગેશ્વર ધામ મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતાની શક્તિઓનો લાઈવ ડેમો આપ્યો છે. આ દરમિયાન દેશભરના ટીવી પત્રકારો પણ ત્યાં પહોંચ્યા હતા. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની અરજી પર સવાલ હતા.

અમુક લોકો કહી રહ્યા હતા કે, બાબા અરજીમાં જે વાત લખે છે, તે પહેલાથી લખેલી હોય છે. બાગેશ્વર મહારાજે રાયપુરમાં લાઈવ ડેમો આપ્યો હતો. દેશભરમાંથી આવેલા પત્રકારોને ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, આપમાંથી કોઈ એક સામે આવી જાવ. ત્યાર બાદ એક મહિલા પત્રકાર સૌની સહમતીથી આગળ આવે છે. (વિડિઓ નીચે આપેલો છે)

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી તે પત્રકારને કહે છે કે, હું હાલમાં અરજી લખું છું, તેઓ બાલાજીનું નામ લઈને એક અરજી તૈયાર કરે છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મહિલા પત્રકારને ચેલેન્જ આપે છે કે, અહીં ચાર પંડાલ છે, આ ચારેયમાંથી કોઈ એક શખ્સને બોલાવી લાવો. અરજીમાં લખેલી વાત તેના જીવન સાથે જોડાયેલી હશે.

આપ એ વાતનું ચોક્કસ ધ્યાન રાખજો કે આપના ઓળખીતા ન હોય. મહિલા પત્રકાર બાબાની ચેલેન્જ સ્વીકાર કરીને ભીડમાંથી એક મહિલાને લઈને આવે છે. પત્રકાર મહિલા અને તેના બાળકને લઈને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી નજીક આવે છે. ત્યાર બાદએ મહિલાને અરજી આપી. અરજીમાં લખેલી તમામ વાતો મહિલાના જીવનની હતી. (વિડિઓ નીચે આપેલો છે)

મહિલા બિલાસપુરની રહેવાસી હતી. પોતાના બાળકની બિમારીને લઈને ત્યાં આવી હતી. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, બાલાજીની કૃપાથી 40 ટકા બિમારી ઠીક થઈ જશે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મહિલાને એ પણ જણાવ્યું કે, તે યૂપીની રહેવાસી છે. 

બિલાસપુરમાં રહે છે. તમારી કુળદેવી ગામડે છે. તેની પૂજા અને શૃંગાર કરતા રહો. ત્યાર બાદ તે મહિલાને સવાલ પુછે છે કે, શું તમે પહેલા ક્યારેય અમને મળ્યા છો, તમે પહેલા ક્યારેય તમારી સમસ્યા વિશે અમને વાત કરી છે. મહિલા ના પાડે છે.

મહિલા બાગેશ્વર ધામ મહારાજના સવાલ પર કહે છે કે, મેં આપને કોઈ વાત નથી જણાવી. બાગેશ્વર મહારાજે કહ્યું કે, આજ પછી હવે હં કોઈને સફાઈ નહીં આપું. જો અંધવિશ્વાસી કહેશે, તેવા લોકોને હું નાગા કરી દઈશ. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે, માટે અમે આની પુષ્ટિ કરતા નથી. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *