મહત્વનો નિર્ણય / ઇલેક્ટ્રિક સ્કૂટરોમાં આગ લાગવાને મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આવ્યા એક્શનમાં, જુઓ તાબડતોડ લીધો આ મોટો નિર્ણય

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

છેલ્લા થોડા સમયમાં ઘણા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના મામલાઓ સામે આવ્યા છે. ત્યારે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગયા બે મહિનાઓમાં ઈલેક્ટ્રોનિક સ્કૂરમાં લાગેલી આગ સાથે જોડાયેલ ઘણી ઘટનાઓ વિષે વાત કરતા કહ્યું કે એક એક્સપર્ટ કમિટી આ દુર્ઘટનાઓની તપાસ કરશે. આ સાથે જ તેમણે દંડની પણ વાત કરી. તેમણે એકસાથે ઘણા ટ્વીટ કરીને લખ્યું છે કે ગયા બે મહિનાઓમાં ઇલેક્ટ્રિક ટૂ વેહીકલ્સ સાથે જોડાયેલ ઘણા અકસ્માતો સામે આવ્યા છે.

આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આમાં અમુક લોકોનો જીવ પણ ગયો છે ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. ગડકરીએ કહ્યું કે અમે આ ઘટનાઓની તપાસ અને સુધારાત્મક પગલાઓ પર ભલામણો માટે એક એક્સપર્ટ કમિટી બનાવી છે. નીતિન ગડકરી ઇલેક્ટ્રિક વાહનો માટે નવા ગુણવત્તા કેન્દ્રિત દિશાનિર્દેશનો માટે પણ વચન આપ્યું છે.

તેમણે લખ્યું છે કે રિપોર્ટનાં આધાર પર, અમે ભૂલ કરનાર કંપનીઓને જરૂર આદેશ જાહેર કરીશું. અમે જલ્દી જ ઇલેક્ટ્રિક વાહનો માટે ગુણવત્તા કેન્દ્રિત દિશાનિર્દેશનો પણ જાહેર કરીશું. જો કોઈ કંપની પોતાની પ્રક્રિયાઓમાં બેદરકારી દર્શાવે છે, તો તેમણે ભારે દંડ ચૂકવવો પડશે અને ખરાબ વાહનોને પાછા લઇ લેવાનો પણ આદેશ આપવામાં આવશે.

તેમણે આગળ કહ્યું કે સરકાર યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બાધ્ય છે અને કંપનીઓને અ મામલામાં સક્રિય કાર્યવાહી કરવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો છે. તેમણે ટ્વીટ કરતા કહ્યું કે આ દરમિયાન કંપનીઓ બધા જ ખરાબ વાહનોને પાછા લેવા માટે કાર્યવાહી કરી શકે છે. મોદીજીનાં નેતૃત્વમાં અમારી સરકાર દરેક યાત્રીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બાધ્ય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.