ખૂનીખેલનો પર્દાફાશ / તૃષાની હત્યાના એક કલાક પહેલાના CCTV વિડિઓ આવ્યો સામે, જાણો એવું તો એક કલાકમાં શું થયું કે ખેલાયો ખૂની ખેલ : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ વડોદરા

હાલમાં જ એક ઘટના બની છે. વડોદરાના ચકચારી તૃષા હત્યા કેસમાં આરોપી કલ્પેશ ઠાકોર તેના મિત્ર દક્ષેશ સાથે બાઇક પર જતો સાંજે 7:12 CCTVમાં દેખાયો હતો. જોકે, તૃષાની હત્યા કર્યાં બાદ પરત આવેલો કલ્પેશ તૃષાની હત્યા કરીને આવ્યો છે, તે અંગે મિત્ર દક્ષેશને ખબર પડી નહોતી. કારણ કે, કલ્પેશે કાળા કલરનો શર્ટ પહેર્યો હતો અને તેના કારણે તેમાં લોહીના ડાઘ દેખાયા નહોતા. તેમ છતાં પોલીસ દક્ષેશની સંડોવણી અંગે પણ તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે, તૃષા લોહીના ખાબોચિયામાં ફસડાઇ પડ્યા બાદ હત્યારા કલ્પેશ ઠાકોરે તૃષાની ઓઢણીથી પાળીયુ સાફ કરી તૃષાની એક્ટિવા લઈને બહાર નીકળી ગયો હતો. બાદમાં સાથે આવેલા મિત્ર દક્ષેશની બાઈક ઉપર પોતાના ઘરે જતો રહ્યો હતો. ઘરે ગયા બાદ હત્યારા કલ્પેશે પોતાના કપડા ઉપર લાગેલા લોહીના ડાઘવાળા કપડાં પણ ધોઈ નાખ્યા હતા અને બીજા કપડાં પહેરી ઘરમાં જ રહ્યો હતો.

પોલીસ ભરતીની તૈયારી કરતી 19 વર્ષીય તૃષા સોલંકીની હત્યા કરનારા માણેજાના કલ્પેશ ઠાકોરની પોલીસે મંગળવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી. છેલ્લાં 3 વર્ષથી તૃષા સાથે એકતરફી પ્રેમસંબંધ રાખનારા કલ્પેશને ગોધરાના સાગર નામના યુવક સાથે તૃષાને પ્રેમ હોવાની જાણ થતાં કલ્પેશે દોઢ કિલોના પાળિયાથી ગળે અને શરીર પર 10 ઘા મારી હત્યા કરી દીધી હતી. હત્યા પહેલાં આરોપીએ ‘તું સાગરને પ્રેમ કરે છે, મને કેમ નથી કરતી? તું મારી નહી તો કોઈની નહી થાય’ એવું કહી પાળિયાથી ક્રૂરતાપૂર્વક ઘા માર્યા હતાં.

પ્રતિઘાતમાં તૃષાનો જમણો હાથ પણ કોણીએથી કપાઈ ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. મુજાર ગામડી ગામની સીમમાં આવેલા સોમાભાઈ મહીજીભાઈ પાટણવાડિયાના ખેતરમાં મંગળવારે સાંજે 7 વાગે 19 વર્ષીય તૃષા રાજેન્દ્રભાઈ સોલંકીની હાથ કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. કંટ્રોલ મેસેજના આધારે મકરપુરા પોલીસ, પીસીબી અને ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે પહોચીને તપાસ કરતાં યુવતીનું આધારકાર્ડ તેમજ લાશથી થોડે દૂર પડેલા ટૂ-વ્હિલરના આધારે યુવતીની ઓળખ થઈ હતી. મૃતક યુવતીનો જમણો હાથ કોણીથી કપાયેલો હતો.

ગાલ, કાન, ગરદન, પીઠ સહિત શરીરના અલગ અલગ ભાગોમાં તીક્ષ્ણ હથિયારથી ઘા મરાયાનું જણાયું હતું. ઘટના અંગે મકરપુરા પોલીસ મથકમાં મૃતકના મામા વિરેન્દ્રસિંહ જયદીપસિંહ વીરપુરા (રહે-આર્યન રેસિડેન્સી, જામ્બુવા બ્રીજ) એ ફરિયાદ દાખલ કરાવી હતી. હત્યાની તપાસ માટે પીસીબી, ક્રાઈમ બ્રાંચ, મકરપુરા પોલીસ, એસઓજી જેવી 8 ટીમ કામે લાગી હતી. યુવતીના સગાંવહાલાં અને મિત્રવર્તુળમાંથી માહિતી મેળવી માણેજાના પંચશીલનગરમાં રહી ઘર પાસે ઈલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવતા કલ્પેશ જયંતીભાઈ ઠાકોર (23)ને યુવતી સાથે એકતરફી પ્રેમસંબંધ હોવાનું જણાયું હતું.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/24/27-vadodara-murder-case-kalpesh-cctv-rohit-shailes_1648126614/mp4/v360.mp4 )

મામાને ઘરે રહીને ભણતી દીકરી તૃષા સોલંકી સવારમાં પોતાનું એકટીવા લઈને સ્પર્ધાત્મક પરિક્ષા ની તૈયારી કરવા માટે કોચિંગ ક્લાસમાં ગઈ હતી. આ કોચિંગ ક્લાસના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે દીકરી તૃષા સોલંકી ટ્યુશન ક્લાસીસ માંથી બહાર નીકળતા સમયે હસતી ખેલતી જોવા મળે છે.

તેનો ચહેરો ખૂબ જ હસતો હોય તેવું લાગી રહ્યો છે. તેમજ તે પોતાનું એકટીવા લઈને ક્લાસીસ માંથી બહાર નીકળતી પણ દેખાય છે. જ્યારે હાઇવે પરના સીસીટીવીમાં અત્યારે કલ્પેશ ઠાકોર અને તેનો મિત્ર દક્ષેશ એક બાઈક ઉપર જતા હોય તેવું દેખાય છે. હસમુખા ચહેરા સાથે ખુશખુશાલ દેખાતી તૃષાને એવી તો શી ખબર હશે કે તેની સાથે ખુબ ખરાબ બનાવ બનાવાનો છે.

આવા કેસ બનતાની સાથે જ કોઈ લોકો આક્રોશ ફાટી નીકળે છે. કારણકે આ હત્યા ક્યારે ઊભી રહેશે તેમજ તંત્ર આવા નરાધમમાં ક્યારે ભય બેસાડશે તેની સૌ કોઈ લોકો રાહ જોઈ રહ્યા છે. પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે કે, હત્યારો કલ્પેશ ઠાકોર મૃતક દીકરી તૃષા સોલંકી અને અન્ય બે મિત્રો મળીને કુલ ચાર લોકોનું એક ગ્રુપ હતું..

જેમાં કલ્પેશ ઠાકોર તૃષા સોલંકીને એક તરફી પ્રેમ કરતો હતો. પરંતુ તૃષા સોલંકી કલ્પેશને પસંદ કરતી હતી નહીં એટલા માટે કલ્પેશની કોઈ પણ બાબતમાં ધ્યાન આપતી ન હતી. એટલા માટે કલ્પેશ એ તૃષાને એકાંતમાં મળવા માટે બોલાવી હતી અને પાળીયા વડે તુષાની હત્યા કરી છે.

આ સાથે સાથે પોલીસને વધુમાં જાણવા મળ્યું છે કે, કલ્પેશ ઠાકોર વિદ્યાર્થીની તૃષાને ખૂબ જ બ્લેકમેલ કરતો હતો. તૃષાને કલ્પેશ વચ્ચે ત્રણ વર્ષ પહેલા મિત્રતા હતી. પરંતુ તેઓનું બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યારબાદ તૃષા કલ્પેશ સાથે વાતચીત કરતી હતી નહીં. એટલા માટે કલ્પેશ વારંવાર તેને આત્મહત્યાની ધમકી આપતો હતો..


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.