શિક્ષકે હદ વટાવી / ગઢડામાં શિક્ષકે ધોરણ 6ની વિદ્યાર્થિનીને પ્રેમ જાળમાં ફસાવી, જુઓ એવા એવા મેસેજ વાંચ્યા કે માતા-પિતાને ધોળા દિવસે અંધારા આવી ગયા

ગુજરાત

દિવસે ને દિવસે બળાત્કારના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે બોટાદના ગઢડામાંથી એક સમાચાર મળી રહ્યા છે જે મુજબ વિદ્યાર્થી અને ગુરુના સબંધો લજવાવા જઈ રહ્યા છે. કહેવાઈ છે કે માતા અને પિતા બાદ એક શિક્ષક જ બાળકને ભવિષ્યની રાહ દેખાડતા હોઈ છે. પરતું છેલ્લા એક અઠવાડિયાથી બનેલા કિસ્સાઓમાં એક શિક્ષક જ બાળક પર નજર બગડીને મનોવૃત્તિ બગાડી છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સરકારી સ્કૂલમાં એક શિક્ષક ફરજ બજાવે છે. જેણે ધોરણ 6 ની એક વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી છે. આટલું જ નહીં પરંતુ તેને વિદ્યાર્થીને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ તેને પ્રેમ પ્રકરણના પાઠ ભણાવ્યા હતા. આ સમાચાર સામે આવતાની સાથે જ શિક્ષણ જગતમાં માઠા સમાચાર સાબિત થયા છે..

શિક્ષક પોતાની મર્યાદા ભૂલીને વિદ્યાર્થીની સાથે દુર્વ્યવહાર આચાર્યો .છે આ બાબત સામે આવતા ની સાથે જ વિદ્યાર્થીઓના વાલીઓ પણ ખૂબ આકોર્ષમાં આવી ગયા છે. આ શિક્ષક વિદ્યાર્થીને સ્કૂલ શરૂ થતાની સાથે તેની સાથે અડપલા કરતો હતો. તેમજ જ્યારે સ્કુલ ઓનલાઇન ચાલતી હતી..

જ્યારે તે વીડિયો કોલ અને મેસેજ કરીને વિદ્યાર્થીની સાથે પ્રેમ ભરી વાતો કરતો હતો. વિદ્યાર્થીના વાલીને આ બાબતની જાણ થતા તેણે મોબાઈલ પર મેસેજ અને વિડીયો કોલ જોયા હતા. આ તો તેની સાથે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કારણકે માત્ર 6ઠા ધોરણ માં ભણતી વિદ્યાર્થીની અને તેની સાથે નરાધમ શિક્ષક પણ આ કાવતરામાં ફસાવી રહ્યો હતો.

તેણે માસૂમ દીકરીને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ તેની સાથે દુરવ્કયવહાર કરવો એ એક શિક્ષક તરીકે યોગ્ય બાબત કહેવાય નહીં વિદ્યાર્થીના વાલી તેમજ ગામના લોકોએ ભેગા મળીને આ શિક્ષક ના તમામ કારનામાને ખોલી પાડ્યા હતા. તેમજ પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચતા અનેક બાબતો ના ભાંડા ફૂટ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.