અરરર / કામરેજમાં વહુને ગુજરાતી ભાષા ન આવડતા સાસરિયાઓએ ઉડાવી મજાક, તો ગુસ્સામાં વહુએ કર્યું એવું કે જાણીને તમે ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ સુરત

સુરતના કામરેજ તાલુકાના શેખપુર ખાતે મહારાષ્ટ્રીયન પરણીતાને ગુજરાતી ન આવડતું હોવાને કારણે તેણીના પતિના પરિવાર દ્વારા મજાક ઉડાવતા ઘરમાં રહેલું ફિનાઇલ ગટગટાવી ગઈ હતી. ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. કામરેજ તાલુકાના શેખપુરમાં ગાયત્રીબેન પુષ્પેન્દ્ર ઉર્ફે પારસભાઈ પરમાર (ઉ.વ 20) (રહે, શ્યામવાટિકા શેખપુર રોડ,કામરેજ) તેના પતિ સાથે રહે છે.

મળતી માહિતી અનુસાર, ગાયત્રીબેન તેમના પતિ સાથે પતિના મામાને ત્યાં લગ્નપ્રસંગમાં ગયા હતા. ગાયત્રીબેન મૂળ મહારાષ્ટ્રીયન હોવાથી તેણીને હિન્દી અને મરાઠી ભાષા જ આવડતી હતી પરંતુ ગુજરાતી ભાષા નહોતી આવડતી. લગ્ન દરમિયાન પતિના પરિવાર સાથે વાતચીત દરમિયાન ગુજરાતી ભાષા આવડતી ન હતી.

જેથી પતિના પરીવારના સભ્યો હસી મજાક કરતા ગાયત્રીબેનને ખોટું લાગી ગયું હતું. આ વાતનું ખોટું લાગી જતા ગાયત્રીબેન પતિ સાથે પોતાના ઘર પરત ફરતાં ગાયત્રીબેને ઘરમાં રહેલ ફિનાઇલ ગટગટાવી લીધું હતું. પતિને જાણ થતાં તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જાણવા જોગ ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.