બજેટ 2022 / આ વખતના બજેટમાં મેડમની લાલ થેલીમાં શું હશે? પબ્લિકને શું મળશે? જાણો સંપૂર્ણ વિગતો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે. કોરોના મહામારીને જોતાં લોકોની આશા પહેલાથી વધી ગઈ છે. બિઝનેસમેન અને વેપારી વર્ગને આશા છે કે તેમના બિઝનેસ અને કારખાનાને ઉગારવા માટે સરકાર વિશેષ જોગવાઈ કરશે. આર્થિક પ્રગતિને તેજ કરવા માટે નવી-નવી યોજનાઓ અને ફંડ જાહેર કરશે.

હેલ્થ બજેટ માટે સરકાર વધારે પૈસા આપી શકે છે. આ વખતે પણ બજેટ સંપૂર્ણ રીતે ડિજિટલ રહેશે અને બજેટ કોપીને છાપવામાં નહીં આવે. બજેટ હવે સંપૂર્ણ રીતે પેપરલેસ થઈ ગયું છે. માત્ર મુક જ કોપી છાપવામાં આવે છે. બાકી બજેટ મોબાઈલ એપ પર વાંચી શકાય છે. હવે નાણામંત્રી બ્રીફકેસ લઈને આવતાં નથી. પરંતુ વહી ખાતાવાળા લાલ ઝોળીમાં ટેબલેટ લઈને ચાલે છે.

Budget 2022ની તારીખ અને સમય:
કેન્દ્રીય નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ સવારે 11 કલાકે સંસદમાં બજેટ રજૂ કરશે. બજેટ ભાષણ કેટલો સમય ચાલશે કે કેટલા કલાક વાંચવામાં આવશે તેવો સવાલ લોકોના મનમાં છે. તો આ વખતનું બજેટ દોઢ કલાકથી 2 કલાકની વચ્ચે ચાલે તેવી સંભાવના છે. ભાષણ વાંચવાનો સમય સામાન્યથી થોડો વધી પણ શકે છે. વર્ષ 2020માં 2 કલાક 40 મિનિટ સુધી ચાલનારું બજેટ ભાષણ દેશના ઈતિહાસનું સૌથી લાંબુ ભાષણ હતું.

Budget 2022 ક્યાં જોઈ શકાશે:
જો તમે 2022નું બજેટ સાંભળવા કે જોવા માગો છો તો લાઈવ સંસદ ટીવી પર જઈ શકો છો. મોટાભાગની બધી ન્યૂઝ ચેનલ પર બજેટ વિશે લાઈવ સમાચાર આપવામાં આવે છે, પરંતુ ત્યાં તમારે જાહેર ખબરનો સામનો કરવો પડશે. તેનાથી બચવું હોય તો ડીડી ન્યૂઝ પર લાઈવ બજેટ જોઈ શકો છો. તે ઉપરાંત બજેટ પ્રેઝન્ટેશનને સોશિયલ મીડિયા વેબસાઈટ, યૂ-ટ્યુબ અને ટ્વિટર પર પણ જોઈ શકો છો.

Budget 2022 બજેટ સત્રની ડિટેઈલ:
બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદના અભિભાષણથી થશે. 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ બંને સદનને સંબોધિત કરશે. તે બે ભાગમાં આયોજિત થશે. પહેલો ભાગ બજેટ સત્રનો હશે જે 11 ફેબ્રુઆરીએ પૂરો થશે. જ્યારે બીજો ભાગ 14 માર્ચે શરૂ થશે અને 8 એપ્રિલે પૂરો થશે.

આર્થિક સર્વેક્ષણ:
બજેટ રજૂ કરતાં પહેલાં સરકાર આર્થિક સર્વેક્ષણ રજૂ કરે છે. આ વખતે 31 જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. આ સર્વેક્ષણ સંસદના પટલ પર રાખવામાં આવશે. આ સર્વેમાં દેશની આર્થિક સ્થિતિ વિશે જાણકારી આપવામાં આવે છે. છેલ્લાં એક વર્ષનો આખો હિસાબ હોય છે. હાલની અર્થવ્યવસ્થામાં શું પડકાર છે અને તેનાથી કેવી રીતે લડી શકાય તેના વિશે સર્વેમાં જાણકારી આપવામાં આવે છે.

બજેટ 2022થી શું છે આશા:
આ વર્ષે કેન્દ્ર સરકારનું ધ્યાન કોરોના મહામારીથી અર્થવ્યવસ્થાને ઉગારવા અને દેશની આર્થિક સુધારામાં તેજી લાવવાનો છે. દેશની સ્વાસ્થ્ય પ્રણાલીને મજબૂત કરવાના ઉપાયોની જાહેરાત કરવાની પણ આશા છે. આ વખતે વીમા ક્ષેત્ર પર પણ ધ્યાન આપવામાં આવી શકે છે. સાથે જ મેન્ચુફ્રેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીને રાહત આપી શકાય તેવી જોગવાઈ કરવામાં આવશે. આ વર્ષે કરદાતાઓને પણ ટેક્સ સ્લેબ અને સેસમાં ઘટાડાની આશા છે. ટેક્સપેયર્સ પણ આ વર્ષે સ્ટાન્ડર્ડ ડિડક્શન અને રિવાઈઝ્ડ ટેક્સ સ્લેબમાં વધારાની આશા કરી રહ્યું છે. રિટેઈલ ક્ષેત્ર કે ફિનટેક જેવા ઉદ્યોગો સરળ કમ્પ્લાયન્સ નિયમોની અપેક્ષા રાખી રહ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?

?  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *