વર્ષોથી ઓછા પગારમાં નોકરી કરતી મહિલાને માં મોગલે પરચો આપ્યો, પગારમાં થયો એટલો વધારો કે પછી મહિલાએ કર્યું એવું કે…

ધર્મ

માતા મોગલના ધામ તરીકે ઓળખાતા કાબરાઉમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટતા હોય છે. અહીં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. ભક્તો માતાના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવે છે. અહીં માતાજીની ગાદી મણીધર બાપુ સંભાળે છે. તેમના આશીર્વાદ લઈને ભક્તો ધન્યતા અનુભવે છે.

સમસ્યા કે દુઃખ લઈને જે ભક્ત મોગલ ધામમાં આવે છે તેની ચિંતાઓ માતાના આશીર્વાદથી દૂર થઈ જાય છે. માતાના આશીર્વાદથી ભક્તોની ચિંતા ગણતરીની કલાકોમાં જ દૂર થઈ જાય છે તેથી જ ભક્તોનો વિશ્વાસ માતા મોગલ માં વધી જાય છે. મોગલ ધામમાં માતા મોગલ હાજરા હજૂર છે અને તેના પરચા અત્યાર સુધીમાં અનેક ભક્તોને મળી ચૂક્યા છે.

મનોમન ભક્ત જે વાત નક્કી કરે તે પૂરી ન થાય તેવું બનતું નથી. જ્યારે ભક્તોની ઈચ્છા પૂરી થાય છે તો ભક્તો પણ તુરંત જ માતાના આશીર્વાદ લેવા પહોંચી જાય છે. આમ તો માગતા મોગલ ના પરચા ના ઘણા બધા કિસ્સાઓ છે પરંતુ તાજેતરમાં બનેલી ઘટના જાણવા જેવી છે.

એક નાનકડા ગામમાં રહેતા શોભનાબેન નામના મહિલા વર્ષોથી નોકરી કરતા હતા. પરંતુ તેમનો પગાર ઓછો હતો અને વર્ષોથી તેમના પગારમાં વધારો થતો ન હતો. કામમાં વધારો થાય પરંતુ પગાર ન વધતા મહિલાએ માતા મોગલ ને યાદ કરીને માનતા રાખી. મહિલાએ પગાર વધારવા માટે માનતા રાખી હતી.

માનતા રાખ્યાના થોડા જ સમયમાં મહિલાના પગારમાં ધાર્યા કરતા પણ મોટો વધારો થઈ ગયો. પોતાની માનતા પૂરી થતાં મહિલા માતાજીના દર્શને આવ્યા અને મણીધર બાપુના ચરણોમાં 12000 રૂપિયા ધર્યા.

પરંતુ મણીધર બાપુએ આ 12,000 ની ઉપર એક રૂપિયો મૂકીને મહિલાને કહ્યું કે જે ચાર દીકરીઓ છે તેને આ રૂપિયા આપી દેજે. મહિલાના પગારમાં 10 ગણો વધારો કરીને માતા મોગલ એ તેમની માનતા પૂરી કરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *