ગુજરાત પોલીસની બેવડી નીતિ / રાજકીય અને ઉદ્યોગપતિના તાયફાઓમાં ચૂપ રહેતી પોલીસે વર્દીની આબરુના ભવાડા કર્યા, જુઓ નવદંપતીને ફર્સ્ટ નાઈટ કરાવી પોલીસ સ્ટેશનમાં

ટોપ ન્યૂઝ વલસાડ

નેતાઓ સામે નતમસ્તક વલસાડ પોલીસે ખુદ પોતાની આબરૂના ભવાડા કર્યા છે. રાજકીય તાયફાઓમાં ચૂપ રહેતી પોલીસને અચાનક શૂરાતન ચઢ્યું હતું. લગ્નમાંથી કાર્યવાહી કરવા ગયેલી પોલીસે નવ દંપતીને હેરાન કર્યું હતું. પોલીસની દબંગાઈને કારણે નવદંપતીને પોલીસ સ્ટેશનમાં જ આખી રાત વિતાવવી પડી હતી. નવ દંપતી સાથે 33 જાનૈયાઓને પણ પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. ત્યારે વલસાડ પોલીસની કાર્યવાહી સામે લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો છે. કેમ પોલીસે કોઇના લગ્નમાં જઇને પણ રંગમાં ભંગ પાડ્યો છે.

બીજી બાજુ સુરતના મોટા વરાછામાં બિલ્ડર લવજી બાદશાહની દીકરીના લગ્નમાં ચાર હજારથી વધુ લોકો એકઠા થયા હતા. અને ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન સમારોહમાં કેટલાય નામાંકિત ચહેરાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ કેટલાય નેતા અને કેન્દ્રીય મંત્રી પણ હાજર રહ્યા હતા. આટલું જ નહિ, કોરોના જાહેરનામાના તો ધજાગરા ઉડી ગયા હતા, તેમછતાં પોલીસ મૌન બનીને તમાસો જોતી રહી હતી. અને અહિયાં સામાન્ય વ્યક્તિને આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી બેવડી નીતિ દેખાડી છે.

વલસાડ શહેરમાં ગઈ મોડીરાત્રે રાત્રિ કરફ્યુ ભંગ બદલ એક વરરાજા અને નવવધૂએ જાન સાથે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં વિતાવવાનો વારો આવ્યો હતો. વલસાડ શહેરના છેવાડે પેટ્રોલિંગમાં રહેલી વલસાડ સિટી પોલીસે લગ્ન કરીન પરત ફરી રહેલી જાનને રાત્રિ કરફ્યુ દરમ્યાન રોકી હતી અને ત્યારબાદ રાત્રિ કરફ્યુ ભંગ બદલ વરરાજા અને નવવધૂને પાનેતરના જોડામાં જ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. સાથે જ જાનમાં સામેલ જાનૈયાઓને પણ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને મામલો ગરમાયો હતો. પોલીસે મોડીરાત્રે વરરાજા અને નવવધુ સહિત જાનૈયા રાત્રિ કરફ્યુ ભંગ બદલ પૂછપરછ સહિતની જરૂરી કાર્યવાહી કરી અને મુક્ત કર્યા હતા.

લગ્ન કરી અને પરત ફરી રહેલી જાનને રોકી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતા મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. બનાવની વિગત મુજબ વલસાડના અબ્રામા વિસ્તારમાં પટેલ પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. આથી આ લગ્ન પ્રસંગ પતાવી અને મોડી રાત્રે જાન ઘરે પરત ફરી રહી હતી. વરરાજા નવવધૂને લઈ અને શણગાર સજેલી કારમાં સાથે પરત ફરી રહ્યા હતા. પરંતુ વલસાડ શહેરમાં રાત્રિ કરફ્યુનો અમલ ચાલી રહ્યો હોવાથી પેટ્રોલિંગમાં રહેલી પોલીસે જાનને રોકી હતી.

રાત્રિ કરફ્યુ ભંગ બદલ વરરાજા અને નવવધુ સહિત જાનને લીલા તોરણે પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે લગ્ન કરી અને પરત ઘરે જઈ રહેલા જાનને રાત્રિ કરફ્યુ ના ભંગ બદલ પોલીસે રોકી અને કાર્યવાહી કરતાં જાનૈયાઓ અને લગ્નના યજમાન પરિવારે નારાજગી વ્યક્ત કરી હતી. આ લગ્ન પ્રસંગ વલસાડ નગરપાલિકાના માજી કોર્પોરેટર રાજુ મરચાના પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. આથી પોલીસની કાર્યવાહી દરમિયાન પોલીસે માજી કોર્પોરેટર રાજુ મરચાંની પણ અટકાયત કરી હતી. આથી રાજુ મરચાએ પોલીસની આ કાર્યવાહી વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી.

પરિવારજનોના કહેવા મુજબ જ્યારે સરકારે રાત્રિ કરફ્યુના વલસાડ શહેર વલસાડ સહિત રાજ્યના અન્ય શહેરોમાં કર્ફ્યુની અમલની જાહેરાત કરી આદેશનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. એ અગાઉ બંને પરિવારજનોમાં લગ્નની તારીખ અને સમયે નક્કી થઈ ગયો હતો. અગાઉથી પત્રિકાઓ પણ વહેંચાઈ ચૂકી હતી. જોકે બે દિવસ અગાઉ વલસાડ શહેરમાં પણ રાત્રિ કરફ્યુનો અમલ શરું થઈ ગયેલો હોવાથી અગાઉથી નિર્ધારિત સમય પ્રમાણે પરિવારોએ લગ્ન લીધા હતા. જે સમયસર પૂર્ણ પણ કર્યા હતા. પરંતુ લગ્ન બાદ જાન ઘરે પરત ફરી રહી હતી. આથી એ વખતે જ રસ્તામાં પોલીસે રોકીને જાનને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરી અને મોડી રાત્રે વરરાજા અને નવવધુ સહિત જાનૈયાઓને મુક્ત કરવામાં આવ્યા હતા.

જોકે, આ બાબતે ઘણા સવાલો પણ ઊભા થઇ રહ્યાં છે. જેમ કે, નેતાઆે દ્વારા નિયમ ભંગ થાય તો તમાશો જોતી પોલીસ શા માટે સંવેદનહીન બની ગઇ છે? કરફ્યુ પાલનનો દાખલો બેસાડવાના નામે નવદંપતિને રાતે પોલીસ મથકે રાખવા કેટલાં યોગ્ય?


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.