D-કંપની ફરી એક્ટિવ / ભારત પર હુમલો કરવાની તૈયારીમાં દાઉદ ઈબ્રાહિમ, જુઓ હિટ લિસ્ટમાં દિગ્ગજ રાજકીય નેતાઓ અને જાણીતી હસ્તીઓ ટાર્ગેટ

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

ભારતીય ગુપ્તચર એજન્સીઓને ડી-ગેંગના ષડયંત્રના સમાચાર મળ્યા છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પોતાની FIRમાં આ ષડયંત્રનો ઉલ્લેખ કર્યો છે. NIAના જણાવ્યા અનુસાર, ડી-ગેંગના લીડર અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદે ભારતમાં હુમલાઓ માટે એક સ્પેશિયલ ટીમ બનાવી છે, જેના નિશાના પર મોટા નેતાઓ અને સેલિબ્રિટી છે.

હિંસા ભડકાવવાનો ટાર્ગેટ
FIR અનુસાર, દાઉદ ભારતમાં તેના સ્પેશિયલ યુનિટ દ્વારા હુમલા કરવા માગે છે અને તેનું ફોકસ દિલ્હી અને મુંબઈ છે. અહીંના મોટા નેતાઓ અને મોટી હસ્તીઓ તેમના નિશાને છે. વિસ્ફોટક અને ઘાતક હથિયારોથી સજ્જ આ યુનિટ દ્વારા દાઉદ ભારતના ઘણા વિસ્તારોમાં હુમલો કરવા માગે છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ હુમલાઓનો હેતુ ભારતના વિવિધ ભાગોમાં હિંસા ભડકાવવાનો છે.

EDની કસ્ટડીમાં દાઉદનો ભાઈ ઈકબાલ કાસકર
NIAના ઘટસ્ફોટના એક દિવસ પહેલાં શુક્રવારે EDએ દાઉદના ભાઈ ઈકબાલ કાસકરને કસ્ટડીમાં લીધો છે. મની લોન્ડરિંગના કેસમાં ઇડી આગામી 7 દિવસ એટલે કે 24 ફેબ્રુઆરી સુધી ઇકબાલની પૂછપરછ કરશે. EDએ તાજેતરમાં દાઉદ અને તેના નજીકના સહયોગીઓ સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. ED અનુસાર, આ લોકો આતંકવાદી ગતિવિધિઓને ફંડિંગ કરી રહ્યા છે.

ઈકબાલે ગેંગસ્ટર પાસેથી રકમ માગી હતી
EDના આસિસ્ટન્ટ ડિરેક્ટર ડીસી નાહકે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2017માં એક બિલ્ડરની ફરિયાદ પર ઈકબાલ કાસકર, મુમતાઝ એજાઝ શેખ, ઈસરાર જમીલ સૈયદ અને કેટલાક અન્ય લોકો સામે વસૂલાતનો કેસ નોંધવામાં આવ્યો હતો. એક બિલ્ડરે ફરિયાદમાં જણાવ્યું હતું કે ઇકબાલ અને અન્યોએ તેની પાસેથી વસૂલાતની રકમની માગણી કરી હતી. 2015માં બિલ્ડરનો એક દલાલ સૈયદને મળ્યો હતો. સૈયદે કહ્યું હતું કે તે દાઉદનો ભાઈ છે. તેણે ઈકબાલને બિલ્ડર સાથે વાત પણ કરાવી હતી અને જો રિકવરીની રકમ નહીં ચૂકવે તો જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.