રાજકોટના કરણપરામાં આવેલી નોવા હોટલમાં ગઇકાલે રાતે પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ એસિડ પી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસે દોડી જઈ સગીરાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરા જામનગરની અને યુવાન કચ્છનો હોવાનું ખૂલ્યું છે. યુવાને પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો દઇ સગીરાને પતાવી દીધાનું સામે આવ્યું છે.
જામનગરની સગીરા અને કચ્છનો યુવાન જેમિસ ધનરાજભાઈ દેવાયતા બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું છે. ACP જી.એસ. ગેડમે આ અંગે જણાવ્યું હતું કે જેમિસે સગીરાના ગળે પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો આપી હત્યા કર્યાનું પ્રાથમિક તારણ છે. જેમિસ અને સગીરા ગઇકાલે સવારે 9 વાગ્યે નોવા હોટલમાં આવ્યા હતા.

આ બંને હોટલના 301 નંબરના રૂમમાં રોકાયાં હતાં. જેમિસે સગીરાની હત્યા અને પોતે એસિડ પીતાં પહેલાં પરિવારને જાણ કરી હતી. જેમિસ હોટલમાં એસિડ કેવી રીતે લઇ ગયો એની તપાસ કરવામાં આવશે. હાલ બંનેના ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને ફોનમાંથી પોલીસને રેકોર્ડિંગ મળ્યા છે. સગીરાના પિતાની ફરિયાદ પરથી જેમીસ વિરૂદ્ધ 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જેમિસને ફોન કરતાં કહ્યું, મેં તારી દીકરીને મારી નાખીઃ મૃતકના પિતા
મૃતકના પિતાએ જણાવ્યું હતું કે ગઇકાલે સવારથી જ મારી દીકરીનો ફોન બંધ આવતો હતો. સાંજ સુધી ઘરે ન આવતાં અમે ફોન કર્યો હતો. ફોન કરતાં જેમિસે મારી દીકરીની હત્યા કરી નાખી અને હું પણ આપઘાત કરું છું એવું કહ્યું હતું. કરણપરા રોડ પર નોવા હોટલમાં હોવાનું ફોનમાં જણાવ્યું હતું. આ પગલું ભરવાનું કારણ કોઈ સ્પષ્ટ કહ્યું નહોતું.
પ્રેમસંબંધની કોઇ દિવસ અમને જાણ કરી નહોતી
મૃતકના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે પ્રેમસંબંધ હોય એવી કોઈ દિવસ અમને જાણ કરી નહોતી. ફ્રેન્ડ સર્કલ હોવાની ચર્ચા થઈ, પણ આવી કોઈ વાત અમારા ધ્યાનમાં આવી નથી. અમારી માગ છે કે અમારી દીકરીની હત્યા કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. મારી દીકરી ભણવા જતી ત્યારે બપોરે રિસેસ પડે તોપણ મને ફોન કરતી અને કહેતી પપ્પા રિસેસ પડી છે.
સગીરાએ માતાને ફોન કરી મદદ માગી હતી
જેમિસને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. સગીરાએ પણ પોતાની માતાને ફોન કરી મદદ માગી હતી, પરંતુ માતા-પિતા જામનગરથી રાજકોટ પહોંચે એ પહેલાં જેમિસે તેની હત્યા કરી નાખી હતી. હોટલના બાથરૂમમાં લોહીનાં નિશાન અને એક જીન્સનું પેન્ટ મળી આવ્યું છે તેમજ જેમિસ એસિડ પ્લાસ્ટિકની કોથળીમાં લાવ્યો હોવાનું જાણવા મળી આવ્યું છે. પોલીસ આ અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!