બેફામ સિટીબસના ડ્રાઈવર / રાજકોટમાં સિટીબસે શિક્ષાને મારી ટક્કર, અંદર બેઠેલી સગર્ભાને ઇજા પહોંચતા રિક્ષાચાલકે બસચાલને પાઇપ વડે સટાસટી બોલાવી : જુઓ LIVE દ્રશ્યો

ટોપ ન્યૂઝ રાજકોટ

રાજકોટમાં યમરાજની જેમ સિટી બસો ફરી રહી છે, રિક્ષાચાલક અને બસચાલક વચ્ચે સમાધાન થયાની વાત.

રાજકોટમાં સિટી બસ ફરી વિવાદમાં આવી છે. બેફિકરાઈથી ચાલતી સિટી બસે આજે ત્રિકોણબાગ પાસે રિક્ષાને ટક્કર મારી હતી. આથી રિક્ષામાં બેઠેલી સગર્ભાને ઇજા પહોંચી હતી. ઘટના બાદ રિક્ષાચાલકે બસચાલકને પ્લાસ્ટિકની પાઇપ ફટકારી હતી અને લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. આ સમયે એક સ્થાનિકે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મહિલાના ગર્ભમાં રહેલું બાળક મરી જાત તો જવાબદારી કોણ લેત?

સ્થાનિક વ્યક્તિએ વધુમાં જણાવ્યું હતું, ગરીબ લોકો મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હોય છે. આ સગર્ભાનો પતિ મજૂરી કરીને ઘર ચલાવે છે. સામાન્ય લોકોની જવાબદારી કોણ લેશે. સામાન્ય લોકોનું આમાં કંઇ શાસન છે જ નહીં. સરકાર મોટી મોટી વાતો કરી જાય છે, પરંતુ આ મહિલાના પેટમાં બાળક છે અને કાલ સવારે એનું બાળક મરી જાય તો તેની જવાબદારી કોણ લેશે? કોંગ્રેસવાળો, ભાજપવાળો કે આમ આદમી પાર્ટીવાળો પણ નહીં લે. અમારી સુરક્ષાની જવાબદારી કોણ લેશે?

જોકે આ અંગે હાલ કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રિક્ષાચાલક અને બસચાલક વચ્ચે સમાધાન થઇ જતા બંને તરફથી કોઇ ફરિયાદ મળી નથી. પોલીસ ફરિયાદ થશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સ્થાનિક વ્યક્તિએ આક્રોશ વ્યક્ત કર્યો
સિટી બસની ટક્કરથી રિક્ષામાં નુકસાન પહોંચ્યું હતું. રિક્ષાનો આગળનો કાચ ફૂટી ગયો હતો અને સાઈડના ભાગમાં નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિક વ્યક્તિએ વધુમાં જણાવ્યું હતું કે, સગર્ભાને ઇજા પહોંચતા જ તે રોડ પર બેસી ગઈ હતી. હવે આની કોણ સારવાર કરાવશે. સગર્ભાને બંને પગે ઇજા પહોંચી છે. મનપાની સિટીબસના ડ્રાઈવરો જેમ ફાવે તેમ બસો ચલાવે છે. થોડા દિવસ પહેલા માલવિયા ચોકમાં એક વૃદ્ધને માર્યા હતા. આ ડ્રાઇવરોનું કરવાનું શું? પાછા ડ્રાઇવરો એમ કહે કે અમારૂ કોઇ કંઇ કરી નહીં લે. આમાં કરવાનું શું?

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/03/14rajkot-city-bus-shailesh_1643882207/mp4/v360.mp4 )

વૃદ્ધને માર માર્યાની ઘટનાના દિવસે રાજકોટ મનપા કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. આ સાથે અગાઉ બનેલી આ પહેલાંની ઘટનામાં ડ્રાઇવરને છૂટા કરવામાં આવ્યા હતા. ઉપરાંત સિટી બસનું સંચાલકન કરતી એજન્સીને પણ કડક સૂચના આપવામાં આવશે અને જરૂર જણાયે આગામી દિવસોમાં બસની સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવશે. છ દિવસ પહેલાની ઘટનાના નિવેદન પછી મ્યુનિ. કમિશનરે સ્પીડ લિમિટ નક્કી કરી નથી. આથી આજે ફરી એક સિટી બસના ચાલકે બેફિકરાઇથી બસ ચલાવી રિક્ષાને ટક્કર મારી અને મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.