ખુલ્લેઆમ ભૂમાફિયાઓની ગુંડાગીરી / પોલીસને આપ્યો ખુલ્લો પડકાર : રાજકોટમાં ગત મોડી રાત્રે પોલીસના ડર વગર ભુમાફિયાઓએ નશામાં કર્યો હિચકારી હુમલો : જુઓ વિડિઓ

રાજકોટ

શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા રાધે ક્રિષ્ના સોસાયટીના લોકો ભૂમાફિયાઓના ત્રાસથી હેરાન પરેશાન છે. છેલ્લા ત્રણથી ચાર વર્ષની ભૂમાફિયાઓ સ્થાનિકોને પરેશાન કરી રહ્યા છે. તેમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સોમવારે રાત્રે એક દુર્ઘટના બની હતી. સોમવારે રાત્રે આ ભૂમાફિયાઓએ સોસાયટીના અવિનેશભાઈ ધુળેસિયા પર હુમલો કરતા તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાત્રે સોસાયટીમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પથ્થરમારામાં અન્ય 3 શખ્સોને સામાન્ય ઈજાઓ થઈ છે. સ્થાનિકોનો એવો આરોપ છે કે, રાજકોટ પોલીસ સાથે ભૂમાફિયાઓની સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવી રહ્યા છે.a

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટ યુનિવર્સિટી રોડ પર આવેલ રાધે ક્રિષ્ના સોસાયટીમાં ગત મોડીરાત્રે ભૂમાફિયાઓએ ઘર ખાલી કરાવવા જેવી નજીવી બાબતે સોસાયટીના રહીશો પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના વિશે જ્યારે લોકોને પુછવામાં આવ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું કે છેલ્લા 3 થી 4 વર્ષ થી ભુમાફિયાઓ તેમને પરેશાન કરી રહ્યા છે. અમે પોલીસને અનેક ફરિયાદો કરી છે,તેમ છતાં કોઈ કાર્યવાહી ન થવાનો આરોપ લગાવ્યો છે.

ગઈકાલે રાત્રે 12 વાગ્યે સોસાયટીના રહેવાસી અવીનેશભાઈ ધુળેસિયા પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત અવિનેશભાઈ ધુળેસિયા વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય 3 શખ્સોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. આ ઘટનામાં હવે રાજકોટ પોલીસ સાથે ભુમાફિયાઓની સાંઠગાંઠ હોવાનો આરોપ લાગ્યો છે. આ સાથે ફરી એકવાર ખાખી પર ડાઘ લાગ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/15/09rajkot-bhumafia-shailesh1_1644916429/mp4/v360.mp4 )

આ ઘટના બાદ રાજકોટ પોલીસ પર અનેક સવાલો ઉભા થયા છે કે શું રાજકોટમાં પોલીસ અને ભૂમાફિયાની સાંઠગાંઠ ચાલે છે? કેમ પોલીસનો ભૂમાફિયાઓને કોઇ ડર જ નથી રહ્યો? કેમ ઘર ખાલી કરાવવા માટે માફિયાઓ હુમલા કરી રહ્યા છે? શું માફિયાઓની મલાઇમાં ખાખી પણ ખરડાયેલી છે? રાજકોટ પોલીસની ખાખી પર લાગેલી ડાઘ ક્યારે ધોઇ શકશે? આ તમામ સવાલો હાલ ચર્ચાનો વિષય બન્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.