ભયાનક આગ / મધરાતે ગાંધીનગરમાં રેસીનોવા કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી, જુઓ આગ એટલી ભયાનક હતી કે ફાયર બ્રિગેડની 10-15 નહિ પરંતુ આટલી બધી ગાડીઓનો કાફલો દોડ્યો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરવો પડ્યો

ગાંધીનગરના સાંતેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રેસીનોવા કંપનીમાં ગઈ મધરાતે પ્લાસ્ટિકની પાઈપનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં મેજર કોલ જાહેર કરીને અમદાવાદ-ગાંધીનગર ફાયર બ્રિગેડની 6 જેટલી ગાડીઓએ 25થી વધુ વખત ફેરા મારીને આગ પણ સંભવતઃ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડ દ્વારા આગને વધુ પ્રસરતા અટકાવી દઈ હાલમાં પણ આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે.

ગાંધીનગરના સાંતેજમાં રેસીનોવા કંપનીના ગોડાઉનમાં ગઈકાલે રાત્રિના સમયે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં અમદાવાદ-ગાંધીનગર ફાયર બ્રિગેડની ગાડીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આગનું સ્વરૂપ જોતાં ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. આગને કાબુમાં લેવા માટે ફાયરની ગાડીઓએ 25થી વધુ આંટા મારીને પાણીનો સતત મારો ચલાવ્યો હતો.

સવારના સમયે આગ પર સંભવતઃ કાબુ મેળવી તેને વધુ પ્રસારતા અટકાવી દેવામાં આવી હતી. જોકે, કંપનીનું ગોડાઉન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું. સવારના સમયે પણ ફાયર બ્રિગેડ દ્વારા કામગરી ચાલુ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કેસ કંપનીમાં કેમિકલ હોવાના કારણે આગ લાગી હોવાની જાણવા મળ્યું છે. જેનાં કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તેમાં એક પછી એક વિસ્ફોટ થવા લાગ્યા હતા. જોકેસ ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/27/whatsapp-video-2022-02-27-at-115203_1645943033/mp4/v360.mp4 )

સૂત્રોનું કહેવું છે કે, ઉક્ત કંપનીમાં પ્લાસ્ટિકની પાઈપનું પણ કામ થતું હતું. જ્યારે આ અંગે ગાંધીનગર ચીફ ફાયર ઓફિસર દસ્તૂરે કહ્યું હતું કે, રાત્રીના દોઢ બે વાગ્યાના અરસામાં ફાયરનો કોલ મળતા સ્થળ સ્થળ પર પહોંચી ગયા હતા. અમદાવાદની પણ પાંચેક ફાયરની ગાડીઓ આવી હતી. સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. 25થી વધુ વખત ફેરા કરવામાં આવ્યા હતા. મોટાભાગે આગ પર કાબુ મેળવી લેવાયો છે અને આગનું ચોક્કસ કારણ એફએસએલ રીપોર્ટ પછી જાણવા મળશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.