આ ભાઈ તો અંબાણી અને અદાણી કરતા પણ ધંધામાં એટલા વ્યસ્ત હતા કે જુઓ ખુદ વડોદરા પોલીસે વિડિઓ ટ્વિટ કરવો પડ્યો : જોઈલો વિડિઓ

ટોપ ન્યૂઝ વડોદરા

શહેર પોલીસે સોશિયલ મીડીયા એકાઉન્ટમાં શનિવારે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ સાથે પોલીસે વ્યંગાત્મક શૈલીમાં લખાણ પણ કર્યું હતું. આ વીડિયોમાં વાડી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગેંડીગેટના CCTV ફુટેજમાં ચાલુ બાઈક પર એક વ્યક્તિ એક હાથથી ફોનમાં વાત કરી રહ્યા છે. જ્યારે બીજા હાથમાં બીજા મોબાઇલ પર બીજી કોઇ પ્રવૃતિ કરી રહ્યા છે. બાઇક આપોઆપ ચાલી રહ્યું છે. બંન્ને હાથમાં મોબાઇલ હોવાના કારણે બાઇક પોતાના બેલેન્સે જ ચાલી રહી છે. બાઈકના સ્ટીયરીંગ પર હાથ નથી. આ બાઈક ચાલક પોલીસના CCTVમાં કેદ થઈ ગયો હતો. આ સીસીટીવી જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસે આ ચાલકને હાલ રૂા.1 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે પોલીસે ટ્વીટ કરીને આ વીડિયોમાં લખ્યું છે કે, બે હાથમાં બે ફોન! એ પણ ચાલુ બાઈક પર! આ ભાઈની વ્યસ્તતા તો જુઓ. વડોદરા શહેર પોલીસે ફટકારેલા મેમોમાં વાહન ચાલકનું નામ મુકેશ મખીજાની અને તરસાલીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ CCTV ફૂટેજ 21 જાન્યુઆરીના રોજ સવારે 11:26 વાગ્યાનો છે. પોલીસે 23 દિવસ બાદ આ ફૂટેજ સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂક્યો હતો.

 

જો કે પોલીસના આ ટ્વીટ પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વ્યક્તિએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ભાઈ એમની સાથે સાથે બીજા ઘણા લોકોના હાથ પગ ભાંગવા સક્ષમ છે. એની જગ્યાએ આ જોઈને એમના જેવા બીજા ઘણા લોકો સુધરી પણ જશે. એક વ્યક્તિએ લખ્યું છે કે, આના માટે એક લાખ રૂપિયા દંડ થવો જોઇએ. હાલ તો લોકો આ વીડિયો જોઇને આના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *