પોલીસનો ડર ગાયબ / સુરતમાં લૂંટારાઓ બન્યા બેખૌફ, પોલીસના ડર વગર ભર બપોરે દુકાનમાં ઘૂસીને બંદૂક તાકીને ચલાવી લૂંટ : જુઓ CCTV વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

સુરત શહેરના પુણાગામના શિવાજીનગરમાં આવેલી શીતલા નામની મોબાઈલની દુકાનમાંથી દેશી તમંચો બતાવી લૂંટની ચકચારી ઘટના સામે આવી છે. સુરતમાં પોલીસનો જાણે ડર જ ન હોય તેવી ઘટનાઓ રોજબરોજ રીતે સામે આવી રહી છે. મહારાષ્ટ્ર પાસિંગના બાઈકસવાર ત્રણ લૂંટારા રોક્ડા 30 હજારની લૂંટીને ફરાર થઇ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

રાહુલ પુરણભાઈ બધેલે (રહે પુણાગામ વલ્લભનગર) જણાવ્યું કે, તેઓ પુણાગામ શિવાજીનગર સોસાયટીમાં શીતલા નામની મોબાઈલની દુકાન ધરાવે છે. શનિવારની રાત્રિએ રાહુલ બધેલ તેમની દુકાને હાજર હતા. દરમિયાન (MH-13-BB-2997) નંબરની પેશન પ્રો બાઈક પર ત્રણ અજાણ્યા લૂંટારા આવ્યા હતા.

દુકાનની બહાર બાઈક પાર્ક કરી હતી અને બંધ શટર ઊંચું કરી દુકાનમાં ઘુસી ગયા હતા. ત્રણ પૈકી એકના હાથમાં સ્ટીલનો પાઈપ અને બીજા બેના હાથમાં દેશી તમંચા હતા. જેથી દુકાનમાં હાજર રાહુલભાઈ અને તેમના મિત્ર અજય પટેલ તરફ તમંચો દેખાડીને મારી નાખવાની ધમકી આપી હતી. જીતના પૈસા હૈ ઉતના સબ દેદો, એમ કહી કેશ કાઉન્ટરમાંથી રૂ. 30 હજાર કઢાવી લૂંટ કરી દુકાનનું શટર ઊંચું કરી બાઈક પર ભાગી છૂટ્યા હતા.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/07/13-surat-loot-cctv-sunil1_1644229609/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.