ખુલ્લેઆમ ઘાતક હુમલો / સુરતમાં પ્રેમીએ જ પ્રેમિકાના ઈશારે આ કારણોસર પોતના બનેવી પર ઘાતક હુમલો કરાવ્યો, જુઓ ઘટના CCTVમાં કેદ : VIDEO

ટોપ ન્યૂઝ સુરત

પ્રેમલગ્નમાં આ 5મો હુમલો થતા પરિવાર ડરના માહોલમાં જીવવા મજબૂર બન્યું

સુરતના રાંદેરમાં પ્રેમિકાના ઈશારે પ્રેમીએ બનેવી પર કુહાડી લઈને તૂટી પડ્યો હતો. માથા સહિત હાથ પર ઘા માર્યા હતા. હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતો વીડિયો સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે. એટલું જ નહીં પણ પ્રેમલગ્ન કરતા સાળીને મન દુઃખ થયું હોવાનું ઇજાગ્રસ્ત બનેવી સલીમે જણાવ્યું છે. 18 વર્ષના પ્રેમલગ્નમાં આ 5મો હુમલો થતા પરિવાર ડરના માહોલમાં જીવવા મજબૂર બન્યું છે. જોકે CCTVમાં કેદ હુમલાની ઘટના બાદ હત્યાના પ્રયાસનું કાવતરું પૂર્વ આયોજિત હોવાનું ઇજાગ્રસ્ત સલીમે જણાવ્યું છે.

સલીમ હાસીમ સાદીકિ (ઇજાગ્રસ્ત) એ જણાવ્યું હતું કે રાંદેર તૈયબા એપાર્ટમેન્ટમાં રહે છે અને નોકરી કરી બે સંતાન સાથે પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. 14 મીની રોજ તેઓ ઘર નજીક ત્રણબત્તી વિસ્તારમાં કામકાજ માટે ગયા હતા. જ્યાં પાછળથી કોઈ ઇસમે માથા પર કુહાડીથી હુમલો કર્યા બાદ ઉપરા ઉપરી કુહાડીના ઘા માર્યા હતા. તપાસ કરતા ખબર પડી હતી કે સાળી અસમાના ઈશારે એના પ્રેમી સજ્જાદ દ્વારા પતાવી દેવાના ઇરાદે હુમલો કરવામાં આવ્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે હુમલા બાદ સ્વબચાવ માટે વળતો જવાબ આપતા આપતા જમીન પર પડી જતા હુમલાખોર ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે સિવિલ લઈ આવતા માથામાં બે ઘા અને 9 ટાંકા, ડાબા હાથની કોણી ઉપર 3 અને શરીર ઉપર ઘાની પ્રાથમિક સારવાર બાદ તેમણે રજા આપી દેવાય હતી.

વધુમાં જણાવ્યું હતું કે CCTVમાં કેદ આખી ઘટના બાદ આ હુમલો મારી હત્યાનું કાવતરું પણ હોય શકે છે. અગાઉ પણ આજ વ્યક્તિએ મારી સાળીના કહેવા પર વારંવાર હુમલા કર્યા છે. ડોક્ટરોએ પણ માથામાં નાના મગજ પર વાગેલા ઘા બાદ કહ્યું છે તમને નવું જીવન મળ્યું છે. રાંદેર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/15/18-surat-live-video-attack-sunil-shailesh1_1642242012/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.