આલે લે…ગર્લફ્રેન્ડને પટાવાના ચક્કર માં બરોબરનો હલવાયો / ગર્લફ્રેન્ડને વશમાં કરવાના ચક્કરમાં જુઓ તાંત્રિકે વિધિના નામે યુવકને આટલા કરોડમાં નવડાવ્યો

અજબ ગજબ

ગર્લફ્રેન્ડને વશમાં કરવાના ચક્કરમાં મકરબાના યુવકનું નારણપુરામાં રહેતાં જયોતિષ કમ પત્રકારે પત્ની અને તાંત્રીક સાથે મળી રૃ.૪૩ લાખનું ફુલેકું ફેરવી નાંખ્યું હતું. લાખો રૃપિયા ખર્ચીને વિધી કરાવ્યા બાદ પણ ગર્લફ્રેન્ડે વાત તો દૂર એક મેસેજ પણ ન કર્યો અને બીજા સાથે લગ્ન કરી લેતા યુવકની આંખો ખૂલી હતી.

જયોતિષ વિદ્યા જાણતા પત્રકારે શરૃમાં રૃ.૯ લાખ જેવી રકમ અને ૩ મોબાઈલ ફોન લીધા બાદમાં તાંત્રીકને બોલાવ્યો હતો. તાંત્રિકે ઘરમાં કરોડોનું ધન હોવાનું કહી રૃ. ૨૦ લાખ વિધિના અને રૃ.૧૨.૫૦ લાખ ધૂપના લીધા હતા. ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં યુવકે ત્રણ જણા વિરુદ્ધ શુક્રવારે રૃ.૪૩ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ ૪૦૦ જેટલા રેર્કોિંડગ કર્યા હોવાના પુરાવા પોલીસને આપ્યા છે.

મકરબા ગામમાં પટેલ વાસમાં રહેતાં અજય સુરેશ પટેલે નારણપુરા શાસ્ત્રીનગર પાસે દર્શન એપાર્ટમેન્ટમાં રહેતાં પત્રકાર અનિલ જોષી, તેની પત્ની અને અનિલના ગુરુજી ધરમ વિરુદ્ધ તાંત્રિક વિધિ કરવાના બહાને રૃ.૪૩,૬૫,૯૦૦ની મતાની ઠગાઈ આચર્યાની ફરિયાદ કરી છે. અજયને તેની ગર્લફ્રેન્ડ સાથે મનમેળ ન હતો તેમજ પરિવારમાં પણ નાના મોટા પ્રશ્નો સતાવી રહ્યા હતા. આથી, અજયે તેના મિત્રને વાત કરતાં તેઓએ પત્રકાર અને જયોતિષ વિદ્યા જાણતા અનિલનો સંપર્ક કરાવતાં તેણે વિધિ કરી તમામ સમસ્યા દૂર કરવાનું કહી ટુકડે ટુકડે અજય પાસેથી રૃ ૯ લાખ લીધા હતા.

ગર્લફ્રેન્ડ પર ફરી કોઈ વશીકરણ થાય તો તે રોકવાની વિધી હતી. આ માટે અનિલે અજય પાસેથી ત્રણ મોબાઈલ ફોન લઈ કારણ આપ્યું કે, કોઈ વિદ્યા કરે તો મોબાઈલમાં જતી રહેશે. જો કે, કામ ના થતાં અનિલે ઉજ્જૈનથી ગુરુજી બોલાવવાની વાત કરી હતી. અનિલ સાથે ઉજ્જૈનથી આવેલા ઘરમજી નામના શખ્સે અજયના ઘરે જઈ જણાવ્યું કે, ઘરમાં કરોડો રૃપિયાનો ખજાનો છે. વિધિ કરવી પડશે રૃ.૨૦ લાખ થશે, જો નહીં કરાવો તો ઘરમાંથી યુવાનનું મોત થશે. જેના પગલે અજયના પિતાએે બેકમાંથી રૃ.૨૦ લાખ ઉપાડયા તેમજ ૨૫૦ ગ્રામ ધૂપના રૃ.૧૨.૫૦ લાખ ઉછીના લઈ આરોપીને આપ્યા હતા.

અજયને તેની ગર્લફ્રેન્ડ સાથે મનમેળ ન હતો તેમજ પરિવારમાં પણ નાના મોટા પ્રશ્નો સતાવી રહ્યા હતા. આથી, અજયે તેના મિત્રને વાત કરતાં તેઓએ પત્રકાર અને જયોતિષ વિદ્યા જાણતા અનિલનો સંપર્ક કરાવતાં તેણે વિધિ કરી તમામ સમસ્યા દૂર કરવાનું કહી ટુકડે ટુકડે અજય પાસેથી રૃ ૯ લાખ લીધા હતા. ગર્લફ્રેન્ડ પર ફરી કોઈ વશીકરણ થાય તો તે રોકવાની વિધી હતી. આ માટે અનિલે અજય પાસેથી ત્રણ મોબાઈલ ફોન લઈ કારણ આપ્યું કે, કોઈ વિદ્યા કરે તો મોબાઈલમાં જતી રહેશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.