ખુલ્લેઆમ ગુંડાગર્દી / સુરતના મોટા વરાછામાં લુખ્ખાતત્વોએ જાહેરમાં જ દુકાનદારને માર મારી 95 હજારની લુંટ મચાવી : જોઈલો વિડીયો

સુરત ટોપ ન્યૂઝ

શહેરમાં લૂંટ અને ચોરી(Robbery and theft)ની ઘટનાઓએ વેગ પકડ્યો છે. જ્યાં જુઓ ત્યાં હત્યા અને લૂંટના બનાવો બની રહ્યા છે. સુરતમાં આવા માહોલ વચ્ચે લોકોને જીવવું મુશ્કેલ પડી રહ્યું છે. ત્યારે ફરી એક વખત આવી જ ઘટના સામે આવી છે.

સુરત શહેરના મોટા વરાછા(Mota varachha) વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવતા લોકોમાં ચકચાર મચી ગયો હતો. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર વરાછા વિસ્તારના ભારત નગરમાં આવેલી શિવમ મની ટ્રાન્સફર ની ઓફિસ પાસે લૂંટની ઘટના સર્જાઇ હતી. જણાવી દઈએ કે દુકાનદાર ના માલિક સાથે જ લૂંટની ઘટના સર્જાઇ હતી.

શિવમ મની ટ્રાન્સફર દુકાનના માલિક વિપુલ ભાઈ રામજીભાઈ કાપડિયાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, સાંજના સાડા આઠ વાગ્યે ત્રણ જેટલા અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા. તે સમયે વિપુલભાઈ દુકાન બંધ કરી રહ્યા હતા. અહિયાં અજાણ્યા શખ્સોએ વિપુલ ભાઇને મારમારી ૯૫ હજાર રૂપિયાની લૂંટ મચાવી હતી.

દુકાન બંધ કરતી વખતે બે થી ત્રણ અજાણ્યા શખ્સો પાછળથી વિપુલભાઈ પર હુમલો કરે છે અને આ લુખ્ખા તત્વો ૯૦ થી ૯૫ હજાર રૂપિયા રોકડા લઈને ફરાર થઈ જાય છે.

વરાછા વિસ્તારના ભારત નગરમાં આવેલી શિવમ મની ટ્રાન્સફર ની ઓફિસ પાસે લૂંટની ઘટના સર્જાઇ હતી. જણાવી દઈએ કે દુકાનદાર ના માલિક સાથે જ લૂંટની ઘટના સર્જાઇ હતી. શિવમ મની ટ્રાન્સફર દુકાનના માલિક વિપુલ ભાઈ રામજીભાઈ કાપડિયાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, સાંજના સાડા આઠ વાગ્યે ત્રણ જેટલા અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.