અરરર / આ કેવી ક્રૂરતા? સુરતમાં કડકડતી ઠંડીમાં નવજાત શીશુને કાદવમાં ફેંકી દેવાતા ઠુંઠવાઇને થયું મોત, જુઓ શા માટે કર્યું આવું કૃત્ય

Uncategorized

મીઠીખાડીના બ્રિજની (Bridge) નીચે અજાણી વ્યક્તિએ નવજાત જન્મેલા બાળકને (New Born Baby) ત્યજી દીધું (Abandoned) હતું. અજાણી મહિલા કહો કે પછી તેનો પતિ આ લોકોએ નવજાત બાળકને કડકડતી ઠંડીમાં પાણીના કાદવમાં ત્યજી દીધું હતું. પોલીસે બાળકને કાદવમાંથી (Mud) બહાર કાઢતા આ નવજાત બાળક ઠુંઠવાઇને (Cold) મૃત્યું પામ્યું હતું. આ અંગે લિંબાયત પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયત પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો અને તેઓ લિંબાયતના કેશવનગરથી મીઠીખાડી તરફ આવી રહ્યાં હતાં. આ દરમિયાન મીઠીખાડીના બ્રિજ ઉપર કેટલાક લોકો પોતાના વાહનો મૂકીને બ્રિજની નીચે ખાડીમાં જોઇ રહ્યાં હતાં. પોલીસે પીસીઆર વાન ઊભી રાખીને તપાસ કરતા બ્રિજ નીચે એક નવજાત બાળક કાદવમાં ફસાયેલું જોવા મળ્યું હતું.

પોલીસે ફાયર વિભાગની મદદ લઇને બાળકને બહાર કાઢ્યું હતું. આ સાથે જ 108 એમ્યુલન્સને પણ જાણ કરવામાં આવતા તેનો સ્ટાફ પણ આવી ગયો હતો. 108ના કર્મચારીઓએ નવજાત બાળકને મૃત જાહેર કર્યું હતું. એક દિવસ પહેલા જ બાળકનો જન્મ થયો હોય અને તેને ત્યજી દેવામાં આવ્યું હોવાનું પોલીસે કહ્યું હતું. આ મામલે લિંબાયત પોલીસે અજાણી વ્યક્તિની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!


મોર્નિંગ વોક પર નિકળેલી મહિલાનું અકસ્માત થતા મોત : સુરત : સરથાણા વિસ્તારમાં રહેતી મહિલાનું મોટરસાઇકલ ચાલકની સાથે અકસ્માત થતા અઠવાડિયાની સારવાર બાદ આજે તેમનું મોત નીપજ્યું હતું. મહિલા વહેલી સવારે ઘરેથી નીકળ્યા બાદ પરત નહીં આવતા તેમના પતિ શોધવા માટે નીકળ્યા હતા અને મહિલાનું અકસ્માત થયાનું બહાર આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ સરથાણા મહારાજા ફાર્મની સોમ માનસરોવર સોસાયટીમાં રહેતા કિશોરભાઇ રવજીભાઇ કાપડીયાના પત્ની ગીતાબેન તા. 05-01-2022ના રોજ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. આઠ વાગવા છતાં પણ ગીતાબેન ઘરે આવ્યા ન હતા. ત્યારબાગ કિશોરભાઇ જાતે જ તેઓને શોધવા માટે બહાર નીકળ્યા હતા. આ દરમિયાન કેનાલ રોડ, વનમાળી જંકશન તથા સેલના પેટ્રોલપંપના માણસોએ જણાવ્યું કે, સવારે સાત વાગ્યે એ મહિલાનું મોટરસાઇકલ ચાલકે અકસ્માત કરતા તેઓને સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયા છે.

કિશોરભાઇ તાત્કાલીકસ્મીમેર હોસ્પિટલ ગયા હતા. જ્યાં ગીતાબેનને આઇસીયુ વોર્ડમાં દાખલ કર્યા હતા. અઠવાડિયાની સારવાર બાદ આજરોજ ગીતાબેનનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સરથાણા પોલીસે મોટરસાઇકલ ચાલકની સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

 

Leave a Reply

Your email address will not be published.