વધુ એક ઝડપાયો / કિશન ભરવાડની હત્યાના કેસ મામલે રાજકોટમાં જેણે હથિયાર આપ્યું હતું એ શખ્સને પોલીસે ઢસાથી પકડી ATS ને સોંપ્યો

ગુજરાત ટોપ ન્યૂઝ

રાજકોટમાં અજીમ સમાને જંગલેશ્વરના રમીઝ સેતાએ હથિયાર આપ્યું હતું, ઢસાથી પોલીસે પકડી ATSને સોંપ્યો, કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ, રમીઝ સેતા અગાઉ પ્રોહિબિશન સહિત 4 ગુનામાં ઝડપાયો હતો

ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. અમદાવાદના મૌલાનાને હથિયાર આપનાર રાજકોટના અજીમ સમાની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી. અજીમને રાજકોટના જંગલેશ્વરના રમીઝ સેતાએ હથિયાર આપ્યાનું ખુલતા તે નાસતો ફરતો હતો. પરંતુ આજે ભાવનગરના ઢસાથી પોલીસે તેની ધરપકડ કરી ATSને સોંપ્યો છે. રમીઝ સેતા ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરમાં બે વખત IPC 307ના ગુનામાં પકડાય ચૂક્યો છે. આર્મ્સ એક્ટના ગુનામાં રાજકોટ પોલીસે ધરપકડ કરી હતી. પ્રોહિબિશનના ગુનામાં રાજકોટ આજીડેમ પોલીસે ધરપકડ કરી હતી. NDPSના કેસમાં સપ્લાયર તરીકે ભક્તિનગર પોલીસે ધરપકડ કરી હતી.

અમદાવાદના મૌલાનાને અજીમે હથિયાર આપ્યું હતું
અમદાવાદના ધંધુકામાં થયેલ કિશન ભરવાડ નામના યુવકની હત્યા કરવા સમયે ઉપયોગમાં લેવાયેલું હથિયાર રાજકોટથી સપ્લાય થયું હતું. આથી રાજકોટ સુધી પોલીસ તપાસના તાર લંબાયા હતા. શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દૂધસાગર રોડ પર રહેતા અજીમ બસીરભાઈ સમા નામના શખ્સે મૌલાના સુધી હથિયાર પહોંચાડ્યું હતું. આ માટે અજીમ સમાને પકડવા માટે અમદાવાદ પોલીસની એક ટીમ ત્રણ દિવસ પહેલા રાજકોટ આવી હતી પરંતુ અજીમ ફરાર થયો હોવાથી અજીમ તેના હાથે લાગ્યો ન હતો. પરંતુ બીજા દિવસે તે હાથ લાગ્યો હતો.

પાકિસ્તાની સંગઠન સાથે મૌલાના જોડાયેલો
મૌલાના કમરગની ઉસ્માનીએ ATSની પૂછપરછમાં પોતે પાકિસ્તાનના કરાચીમાં આવેલા દાવત-એ-ઇસ્લામી સંગઠન સાથે જોડાયેલો હોવાનું ખૂલ્યું હતું. આ પાકિસ્તાની સંસ્થા અમદાવાદ, ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ઇસ્લામિક એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ ચલાવે છે.

પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે અમર ગનીએ છેલ્લા 6 મહિનાથી ગુજરાતનાં અલગ અલગ શહેરોની મુલાકાત લીધી હતી. તે ગઝવે હિંદ નામનો ભારતવિરોધી પાકિસ્તાની એજન્ડા લઈને કામ કરી રહ્યો હતો અને ઈન્સ્ટિટ્યૂટની આડમાં યુવાઓનું બ્રેનવોશ કરીને તેમને હિંસક બનાવાઈ રહ્યા હતા. આટલું જ નહીં, પાકિસ્તાનના કેટલાક આતંકીઓ સાથે પણ મૌલાનાની સંડોવણી હોવાનું ખૂલ્યું હતું તથા ત્રિપુરામાં થયેલી હિંસક બબાલમાં પણ મૌલાના કમર ગની ઉસ્માનીની સંડોવણી સામે આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે ગુજરાત ATS કમલેશ તિવારીની હત્યા કેસમાં પણ તેની પૂછપરછ કરશે.

કિશન ભરવાડની હત્યા કેસમાં 7ની ધરપકડ
ધંધૂકાના કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. બે દિવસ પહેલા રાજકોટ SOGએ મિતાણા ગામ પાસેથી અજીમ સમા નામના આરોપીની ધરપકડ કરાઈ હતી. આ આરોપીએ મૌલાનાને હથિયાર મોકલાવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, SOGએ આરોપીને ATSને સોંપ્યો હતો. જ્યારે આગલા દિવસે સાંજે મોરબીની બી ડિવિઝન પોલીસે અજીમના ભાઈ વસીમને પકડી પાડ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *