લફરા બાબતે ભાન ભુલ્યો પતિ / ગીરના તાલાળામાં લફરા બાબતે પતિએ પત્નીના ફોનમાં એવું તે શું જોઈ લીધું કે પતિએ યુવકની કરી હતી હત્યા, જુઓ પછી યુવક નીકળ્યો પરોવરનો સગો

ગુજરાત ટોપ ન્યૂઝ

રાજયભરમાંથી ઘણી મોતની ઘટનાઓ સામે આવતી રહે છે અને કેટલીક વાર પતિ કે પત્નીના આડાસંબંધોને કારણે હત્યા નિપજાવી દેવામાં આવતી હોય છે. ત્યારે ગીર સોમનાથના તાલાલાના જેપુર ગામે એક યુવાનની હત્યાનો કિસ્સો બન્યો છે. જેમાં પત્નીના આડાસંબંધોની પતિને જાણ થતા પત્નીના પ્રેમીને પતાવી નાખવાની ઘટના બની છે. તેમાં પણ આ પ્રેમી બીજો કોઇ નહિ પરંતુ પતિના મામાના દીકરો હોવાનું ખુલ્યુ હતુ, જેના કારણે ફોઇના દીકરાએ તેના જ મામાના દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

ઘટનાની વિગત તપાસીએ તો, તાલાલાના જેપુર ગામે પોલિસે યુવકની હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી દીધો હતો. આરોપીની પોલિસે ધરપકડ કરી તેને જેલને હવાલે પણ કરી દેવામાં આવ્યો છે. આરોપી પતિઓએ તેની પત્નીના મોબાઇલમાં મામાના દીકરાનું કોલ રેકોર્ડિંગ સાંભળ્યુ હતુ અને આ બાદ જ તેણે મામાના દીકરાની હત્યા કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે તેને સાંજે નદી કાંઠે છરીના ઉપરા છાપરી ઘા મારી તેની હત્યા નિપજાવી હતી. હત્યા બાદ તે ફરાર પણ થઇ ગયો હતો પરંતુ પોલિસે તેને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો.

જેપુર ગીર ગામે રહેતા હસમુખ કામળીયા નામના વ્યક્તિના લગ્નને 13 વર્ષ થયા છે અને તેમને એક દીકરો અને એક દીકરી પણ છે. તે બાંધકામની ઓફિસમાં કામ કરે છે. હસમુખને પોતાના દુરના મામાના દીકરા અતુલ સાથે અગાઉ બોલાચાલી થઇ હતી અને તેને કારણે તે બંને વચ્ચે મન દુખ હતુ. અતુલને તેની પત્ની સાથે આડાસંબંધ હોવાની આશંકા હતી જેને કારણે પત્નીના મોબાઇલમાં કોલ રેકોર્ડિંગ ચાલુ કર્યુ હતુ, આ વાતની તેની પત્ની અજાણ હતી. હસમુખે થોડા દિવસ બાદ પત્નીના કોલ રેકોર્ડ ચેક કર્યા અને રેકોર્ડિંગ સાંભળતા જ તે ગુસ્સે ભરાયો હતો અને હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

બે દિવસ પહેલા લગભગ સાંજે 7 વાગ્યાના સુમારે અતુલ જેપુર ગીર જતો હતો ત્યારે જ રસ્તામાં ગલીયાવડ નજીક હીરણ નદીના કિનારા પાસે રસ્તા પર હસમુખે અતુલનું બાઈક રોકાવી છરી વડે હુમલો કર્યો હતો અને લગભગ 17-18 ઘા મારી તેની હત્યા નિપજાવી હતી. ઘટનાની જાણ થતા જ પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે મોકલી હતી. જે બાદ પોલિસે અતુલના સંબંધીઓ અને પરિવારના નિવેદનો લીધા હતા તે બાદ પોલિસને શંકા જતા હસમુખને ઝડપી તેની આકરી પૂછપરછ કરવામાં આવી હતી. તે બાદ તેણે સમગ્ર ઘટના જણાવી હતી.

જેના કારણે ફોઇના દીકરાએ તેના જ મામાના દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની વિગત તપાસીએ તો, તાલાલાના જેપુર ગામે પોલિસે યુવકની હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી દીધો હતો. આરોપીની પોલિસે ધરપકડ કરી તેને જેલને હવાલે પણ કરી દેવામાં આવ્યો છે. આરોપી પતિઓએ તેની પત્નીના મોબાઇલમાં મામાના દીકરાનું કોલ રેકોર્ડિંગ સાંભળ્યુ હતુ અને આ બાદ જ તેણે મામાના દીકરાની હત્યા કરવાનો નિર્ણય લીધો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.