દુષ્કર્મ કેસમાં સંડોવાયેલ અને ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ચર્ચામાં રહેલા આસારામ છેલ્લા કેટલાય વર્ષથી જેલ હવાલે છે. તેવામાં આ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપીની જુબાની લેવામાં આવશે. દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવતા આસારામ સહિતના અન્ય આરોપીઑની કોર્ટમાં જુબાની લેવામાં આવશે.
4 ઓગસ્ટના રોજ ગાંધીનગર કોર્ટમાં જુબાની લેવામાં આવશે. જેમાં આસારામને વીડિયો કોન્ફરન્સથી રજૂ કરવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. મહત્વનું છે કે, દુષ્કર્મ કેસમાં કુલ 7 આરોપીમાંથી 6 આરોપીઓ જામીન પર છે અને હાલ આસારામ રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલ સજા કાપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બળાત્કારના એક કેસમાં આસારામને જોધપુર કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે.જેંને પગલે આસારામને જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. આસારામ ઉપરાંત તેના બે સાથી શિલ્પી અને શરદને કોર્ટે 20-20 વર્ષની સજાનો હુકમ કર્યો છે તો બીજી તરફ સુરતની બે બહેનોએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં ચાલતી ટ્રાયલ સુરતની એક મહિલા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સાથે સંબંધિત છે. મહિલાએ આરોપ મૂક્યો હતો કે, જ્યારે તે 1997થી 2006 દરમિયાન આશ્રમમાં રહી હતી ત્યારે આસારામે તેનું શારીરિક શોષણ કર્યું હતું. આ કેસમાં નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ અને મોટી બહેને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!