અરે…આ શું કહી દીધું નાનકડા બાળકે? મોરબી હોનારત મામલે આ નાનકડા બાળકના શબ્દો સાંભળીને તમે ચોંકી ઉઠશો : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

મોરબી પુલ અકસ્માતમાં મોતને ભેટેલા ૧૫૦ થી વધુ લોકોને સમગ્ર ગુજરાત ભીની આખે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. ત્યારે આ ઘટનામાં ભોગ બનેલા લોકોને ન્યાય મળશે કે નહિ… તેવી વાતોએ માથું ઊંચું કર્યું છે. ( વિડિઓ નીચે આપેલો છે )

આ ઘટના અંગે અનેક દાવાઓ સામે આવ્યા છે. કહેવાય છે કે, તંત્રની બેદરકારીને કારણે ૪૦૦ લોકો નદીમાં પડ્યા હતા, અને કેટલાય પરિવારો વિખરાયા છે. ત્યારે એક બાળકે આ સંવેદનશીલ ઘટનાને લઈને પોતાનો આક્રોસ વ્યક્ત કર્યો છે.

આ નાનકડા બાળકે ‘ક્યાંક તો થઈ છે કટકી…’ શબ્દોમાં વાસ્તવિકતા કહેવાનો પ્રયાસ કર્યો છે. હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં આ બાળક મોરબી દુર્ઘટના મામલે ‘ક્યાંક તો થઈ છે કટકી…’ જેવા શબ્દો સંભળાવી રહ્યો છે. આ બાળક કહી રહ્યો છે કે…

વર્ષો જૂનો પુલ હતો એ આમ ન જાય કાંઇ બટકી, ક્યાંક તો થઈ છે કટકી,
જાજા ડૂબ્યા,થોડા બચ્યા, થોડા વચ્ચે રહ્યા લટકી, ક્યાંક તો થઈ છે કટકી…

મોરબીની આ ઘટનાએ સમગ્ર દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. આ દુર્ઘટના માં ૧૫૦ થી વધુ લોકોના મોત થયા છે. મોરબી હોનારતને મામલે સરકારે ૨ નવેમ્બર બુધવારે રાજયવ્યાપી શોક જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી, આ બેઠકમાં મૃત્યુ પામેલા દિવગતોના શોકમાં આગામી 2 નવેમ્બરે સમગ્ર ગુજરાતમાં રાજ્ય વ્યાપી શોખ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મોરબી હોનારતને કારણે સમગ્ર વિશ્વભરમાં હાહાકાર મચ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાયડને પણ મૃતકોના પરિવારજનો પ્રત્યેક સંવેદના વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, આવા મુશ્કેલીના સમયમાં અમેરિકા ભારતની સાથે છે.

નોંધનીય છે કે, મોરબી દુર્ઘટનામાં અત્યારસુધી 135 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ઘણા ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પહોંચ્યા હતા. જેને લઇને મોરબી સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી.

સિવિલ હોસ્પિટલમાં દર્દી સિવાય અન્ય લોકોને પ્રવેશ બંધ કરાયો છે અને આસપાસના રોડ રસ્તા પર પણ વધારાની અવરજવર બંધ કરાઇ હતી. જ્યાં PM મોદીએ મોરબીના દુર્ઘટનાગ્રસ્ત થયેલા ઝુલતા પુલની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાનએ પુલ તૂટ્યા બાદ મચ્છુ નદીમાં ચાલી રહેલી રાહત-બચાવની કામગીરીનું જાત નિરીક્ષણ કરતા સમીક્ષા કરી હતી. વડાપ્રધાનએ આ હોનારત જ્યાં બની હતી તે પુલની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત લઈ નેવી, આર્મી, એરફોર્સ, NDRF, SDRF, ફાયર વિભાગ દ્વારા થઈ રહેલી રાહત-બચાવ અને શોધખોળની કામગીરીનું નિરિક્ષણ દરબારગઢ મહેલમાંથી કર્યું હતું તેમજ આ દુર્ઘટના વિશે વિગતવાર માહિતી મેળવી હતી.

વડાપ્રધાનએ આજે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરનાર ફર્સ્ટ રિસ્પોન્ડન્ટસ અને અલગ-અલગ રેસ્ક્યુ ટીમનાં સભ્યો સાથે વાત કરી તેમના પ્રયાસોની સરાહના કરી હતી. વડાપ્રધાનએ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.એન. ઝાલા પાસેથી ઝૂલતા પુલ અને હોનારતના ટેકનીકલ પાસાઓ વિશે માહિતી મેળવી હતી.

મોરબીની આ ગોઝારી ઘટનામાં જીવ ગુમાવનારા દરેક મૃતકની હૃદયદ્રાવક કહાની છે. કેટલાંય સ્વપ્નો રોળાઇ ગયાં. જેમણે સ્વજનો ગુમાવ્યા એ પરિવારોની વેદનાનું વર્ણન શક્ય નથી. તેમનું સર્વસ્વ છીનવાઈ ગયું. હસતા, રમતા, આનંદ માણવા ગયા હતા એ સ્વજનો સદા માટે ચાલ્યા ગયા.

જે પાછળ રહી ગયા તેમના જીવન સૂના બની ગયાં. ખુશી અને આનંદનું જીવનસંગીત મૃત્યુના ખૌફનાક સન્નાટામાં શાંત થઈ ગયું. તેમના જીવનનો ખાલીપો કદી પૂરી નહીં શકાય. મોરબીની ઘટનાનાં દૃશ્યો આખા ગુજરાતને રડાવી ગયાં. નદીકાંઠે અને હોસ્પિટલમાં સ્વજનોને શોધતા પરિવારજનોનાં હીબકાં, ડૂંસકા, હૈયાફાટ રુદન અને શોકભર્યા આક્રંદને કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું.

તબીબોની આંખો પણ ભીની થઇ ગઇ. એક માતા સ્ટ્રેચર પર મૃત્યુની નીંદરમાં પોઢી ગયેલા માસૂમ બાળકને કહેતી હતી કે ‘આંખો ખોલ મારા લાડકવાયા, મારી સાથે વાત કર’. પણ એના લાડકવાયાએ કાયમ માટે આંખ મીંચી દીધી હતી. એની કાલીઘેલી વાણી સદા માટે શાંત થઈ ગઈ હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *