BIG NEWS / અમદાવાદમાં પરિમલ ગાર્ડન પાસેના કોમ્પ્લેક્ષમાં લાગી ભયંકર આગ, જુઓ જીવ બચાવવા લોકો ધાબે દોડ્યા, હોસ્પિટલ પણ આવી ઝપેટમાં : જુઓ LIVE વિડિઓ

ટોપ ન્યૂઝ અમદાવાદ

અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પ્લેકસમાં ત્રીજા માળે આવેલી એક કંપનીના સર્વર રૂમમાં આગ લાગતા અફરાતફરી મચી છે. ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. કંપનીના સર્વરરૂમમાં આગ લાગતા કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો અને ઓફિસોમાં રહેલા લોકોમાં નાસભાગ મચી ગઇ છે. ( વિડિઓ નીચે આપેલો છે )

કોમ્પલેક્ષમાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલાંથી 13 જેટલા નવજાત બાળકો તથા માતા સહીત 60થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. હાલમાં ફાયરના અધિકારીઓ અને જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાની અને કોમ્પ્લેક્સમાં રહેલા લોકોને રેસ્કયુ કરવાની કામગીરી શરૂ કરાઇ છે અને 500 મીટર સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે.

ઉપરાંત રેસ્ક્યુ કામગીરી માટે 2 લિફ્ટનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. શહેરના પરિમલ ગાર્ડન પાસેના કોમ્પલેક્ષના બપોરના સમયે ત્રીજા માળે એક કંપનીના સર્વરરૂમમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગેલા કોમ્પલેક્ષમાં જ ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે, એવામાં હાલ બાળકો અને માતાનું હોસ્પિટલમાંથી સ્નોરકેલ દ્વારા નીચે ઉતારી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.

ઘટનાને પગલે ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે. આગના બનાવને પગલે કોમ્પલેક્ષમાં રહેલા લોકો જીવ બચાવવા માટે ધાબા પર પહોંચી ગયા હતા. હાલમાં ફાયરની ટીમ દ્વારા પાણીનો મારી ચલાવીને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત 108 એમ્બ્યુલન્સ પર ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/06/25/04-new_1656147802/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.