માથાનો ભટકાણો / પ્રેમી-પ્રેમિકા વચ્ચે ચાલતી લડાઈમાં ડિલિવરી બોય વચ્ચે પડ્યો, જુઓ ડિલિવરી બોયનો પિત્તો ફાટ્યો ત્યાં જાનુડીને ઢીબી નાખી : જુઓ વિડિઓ

ઇન્ડિયા

સોશિયલ મીડિયામાં અવારનવાર વિડિઓ વાઇરલ થતા હોય છે. ત્યારે હાલમાં જ એક વિડિઓ પવન વેગે વાઇરલ થયો છે. આ વિડિઓમાં પ્રેમી-પ્રેમિકા લડી રહ્યા છે ત્યારે એક ડિલિવરી બોય સમાધાન કરાવવા વચ્ચે પડે છે. અને બને છે એવું કે ડિલિવરી બોય નો પિત્તો ગયો અને પેલીને મારી મારીને ઢીમ ઢાળી દે છે

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે. જાહેર માર્ગ પર એક પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો ત્યારે એવું લાગતું હતું કે જાણે બન્ને એકબીજા સાથે મારામારી પર ઊતરી આવશે, પણ આ ઝઘડાએ તદ્દન નવો વળાંક ત્યારે લીધો, જ્યારે ત્યાંથી પસાર થતા સ્વિગીનો ડિલિવરી બોય વચ્ચમાં પડ્યો અને બન્ને વચ્ચેના ઝઘડાને શાંત કરાવવાનો પ્રયત્ન કરવા લાગેલો.

જ્યારે છોકરી અને તેની વચ્ચે અપશબ્દો અને ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ થવા લાગ્યો ત્યારે ડિલિવરી બોયે જાહેર માર્ગ પર જ તેની સાથે ભારે મારઝૂડ શરૂ કરી હતી. ત્યાં ઉપસ્થિત રહેલા લોકોએ આ સમગ્ર ઘટનાનો એક વીડિયો બનાવ્યો હતો, અલબત્ત, આ ઘટનાના બે અલગ-અલગ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયા છે.

યુવતીના પ્રેમીના ટોર્ચર દરમિયાન ત્યાં મોટી ભીડ એકઠી થઈ જાય છે, જેના પર તે ગુસ્સે થઈ જાય છે. લોકો દ્વારા તેની આવી હરકતનું રેકોર્ડિંગ કરતી વખતે, તેમની સાથે પણ બોલાચાલી કરે છે અને મોબાઇલ છીનવી લેવાનો પ્રયાસ કરે છે.  આ દરમિયાન, ડિલિવરી બોય પણ ત્યાં આવે છે અને મામલામાં વચ્ચે પડી સમજાવાનો પ્રયાસ કરે છે, જેના પર યુવતી તેની સાથે પણ વળગી પડી અને બોલવા લાગી હતી.

મળતી માહિતી પ્રમાણે, ભુવનેશ્વરમાં એક પાર્ક સાથે સંકળાયેલા બે વીડિયો વાઈરલ થયો હતો, પ્રથમ વીડિયોમાં એક છોકરી તેના પ્રેમી સાથે મારઝૂડ કરી રહી છે, જ્યારે અન્ય એક વીડિયોમાં ફૂડ ડિલિવરી બોય આ છોકરીને માર મારી રહ્યો હતો. એક વીડિયોમાં છોકરી તેના બોયફ્રેન્ડને એમ કહેતા સાંભળવા મળી હતી કે તે પોતાની સાથે છેતરપિંડી કરી રહ્યો છે અને અન્ય મહિલા સાથે અફેર ધરાવે છે, જોકે તેણે લગ્ન માટે વચન આપ્યું હતું.

આ સંજોગોમાં એક ફૂડ ડિલિવરી બોયે દરમિયાનગીરી કરવાનો પ્રયત્ન કર્યો હતો અને બન્ને વચ્ચે અપશબ્દનો ઉપયોગ થવા લાગ્યો હતો. છેવટે તેમની વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. ડિલિવરી બોય સતત છોકરીને મોઢા તથા શરીરના ભાગ પર માર મારવા લાગ્યો હતો. માર્ગ પર લોકોએ તેને આ રીતે મારઝૂડ કરતાં અટકાવ્યો હતો. આ છોકરી કે ડિલિવરી બોય તરફથી કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.