અરે બાપરે / રાત્રે મંગેતર સાથે કરી હતી પાર્ટી, સવારે જોયું ત્યાં બે સગી બહેનોની મળી લાશ, જાણો એવું તો શું બન્યું કે થયા બંનેના દર્દનાક મોત

ઇન્ડિયા

એક હચમચાવી દેતો દર્દનાક બનાવ સામે આવ્યો છે. સાંજે પાર્ટી કરી અને બીજા દિવસે જોયું ત્યાં સવારમાં બિલ્ડરની બે માસૂમ દીકરીના મોત

છત્તીસગઢની રાજધાની રાંચીમાં બુધવારે ધ્રુજાવી દેતો બનાવ સામે આવ્યો હતો. અહીંના બિલ્ડર સંજય લખાનીની બે દીકરી શીતલ લખાણી (26) અને માન્યા લખાની (15) પોતાના રૂમમાં બેભાન મળી આવ્યા હતા. પરિવારજનોએ ગુરૂવાર સવારે 5 વાગ્યે બંનેને હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં પોલીકે મૃત જાહેર કરી હતી.

સૂચના મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. પોસ્ટ મોર્ટમમાં બંનેના મોત શ્વાસ રુંધાવાના કારણે થયાનું બહાર આવ્યું હતું. બંનેના વિસેરા સુરક્ષિત રાખવામાં આવ્યા છે. જેની તપાસ બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે.

લખાની પરિવારે રાત્રે ડ્રોઈંગ રૂમમાં કોલસાની સગડી સળગાવી હતી. જેની બાજુમાં જ બંને બહેનનો રૂમ હતો. આ રૂમની બારીઓ પણ બંધ હતી. જેથી આખી રાત રૂમમાં ધુમાડો ભરવા લાગ્યો અને બંને ના શ્વાસ રુંધાવાના કારણ મોત થયું હતું. ડૉક્ટરના કહેવા મુજબ કોલસાની સગડીથી કાર્બન માનો ઓક્સાઈડ ગેસ બવતી, તે ઝેરી ગેસ છે. જેથી બંને બહેનો ઉંઘમાં જ બેભાન થઈ ગઈ હતી. અને અંતિમ શ્વાસ લીધા હતા.

જમાઈના જન્મદિવસ પર પરિવાર રાખી હતી સરપ્રાઈઝ પાર્ટી
શીતલ લખાનીની પાંચ મહિના પહેલાં રાંચીના મનિંદર સિંહ સાથે સગાઈ થઈ હતી. આગામી ફેબ્રુઆરમાં લગ્ન હતા. શિતલ મેડિકા હોસ્પિટલમાં એચઆર એક્ઝિક્યૂટિવ છે, જ્યારે મનિંદર એચડીએફસી બેંકમાં કામ કરે છે. જ્યારે નાની બહેન માન્યા નવામાં ધોરણની સ્ટુડન્ટ હતી.

ગયા ગુરુવારે મનિંદરનો જન્મ દિવસ હતો, એટલે પરિવારે બુધવારે રાત્રે સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી. રાત્રે 12 વાગ્યે કેક કટિંગ કર્ઉં અને 12.30 વાગ્યે મનિંદર ઘરે ચાલ્યો ગયો હતો. રાત્રે 1.05 વાગ્યે તેની શિતલ સાખે વાત થઈ હતી. ત્યાર પછી બંને બહેનો રૂમમાં ઉંઘવા ચાલી ગઈ હતી. આ દરમિયાન સગડી સળગતી રહી હતી. અને પિતા પણ દરવાજો બંધ ઉઁગવા ચાલ્યો હતો.

માન્યા જમીન પર, શીતલ બેડ પર બેભાન પડી હતી
રાત્રે 1.05 વાગ્યા પછી માન્યાએ થોડો સમય માટે રૂમમાં સ્ટડી કર્યું હતું ત્યાર પછી તે ઉંઘવા ચાલી ગઈ હતી. સવારે અંદાજે 5.30 વાગ્યે તેની માતા રૂમમાં પહોંચી તો માન્યા જમીન પર અને શીતલ બેડ પર બેભાન પડી હતી. તેણે તાત્કાલિક પતિને ઉઠાડય્ો હતો અને બંને બંને દીકરીઓને લઈને ગુરુનાનક હોસ્પિટલ પહોંચી હતી. પણ ત્યાં પહોંચતા પહેલાંજ બંનેના કરુણ મોત નિપજ્યું હતું. ત્યાર પછી પોલીસને જાણકારી આપવામાં આવી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.