સુરતમાં લક્ઝુરિયસ કારે બાઈક સવાર દંપત્તિને લીધા અડફેટે, 12 કિલોમીટર સુધી પતિ ઢસડાયો કાર સાથે, જુઓ શરીરના એવા હાલ થયા કે જાણીને તમે હચમચી જશો

ટોપ ન્યૂઝ

દેશભરમાં આમ તો અકસ્માતો દિવસેને દિવસે વધી રહ્યા છે આવી ઘટનાઓમાં કેટલાક અકસ્માત એવા હોય જેના વિશે જાણીને પણ ધ્રુજારી ઉઠી જાય. નવા વર્ષની રાત્રે દિલ્હીમાં પણ આવી જ રીતે એક યુવતીને કાર ચાલકે મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્યારે સુરતમાં પણ વધુ એક વખત હીટન રનની ઘટના સામે આવી છે.

આ ઘટનામાં એક લક્ઝરીયસ કારમાં સવાર લોકોએ એક દંપતિ અડફેટે લીધા હતા આદંપતી બાઈક પર જઈ રહ્યું હતું અને કારની ટક્કર લાગતા બાઈક પર સવાર પુરુષ 12 km સુધી રોડ પર ઢસડાયો હતો.

આ અકસ્માતમાં બાઈક પર સવાર યુવક 12 કિલોમીટર સુધી રોડ પર ઘસડાતા તેના શરીરના ચીથળા ઉડી ગયા હતા. જ્યારે તેની પત્ની ગંભીર રીતે ઇચ્છાધ્રસ્ત હતી તેથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી. પત્ની જેવી હોવાથી તેને પતિના આરોપી વિરોધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ કરી છે અને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.

આ મામલે એક જાગૃત નાગરિકે મોટો પુરાવો પણ આપ્યો છે જેના કારણે પોલીસ ટૂંક સમયમાં જ આરોપીઓ સુધી પહોંચી શકશે. આ ઘટના શહેરના પલસાણા તાલુકાના એક ગામની સીમમાં બની હતી જ્યાં બાઈક ઉપર સાગર પાટીલ તેની પત્ની સાથે જઈ રહ્યો હતો.

તેમને એક કાર્ય પાછળથી ટક્કર મારી દેતા અશ્વિની રસ્તા પર ફંગોળાઈ ગઈ પરંતુ સાગરનું પગ બાઈકમાં જ ફસાઈ જતા તે કારની સાથે 12 km સુધી ઢસડાયો હતો. હાલ સીસી ટીવી ના આધારે પોલીસમાં તપાસ ચાલી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

? અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?

?  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *