બધાને લુખ્ખાગીરી જ કરવી છે / ST ડેપોમાં ખિસ્સાકાતરૂને પકડીને ઓફિસમાં પૂર્યો, ત્યાંતો લાજવાને બદલે ગાજ્યો, જુઓ અર્ધનગ્ન થઈને કપડાં કાઢીને જે કર્યું એ જાણીને આને બોચી પકડીને મારશો : જુઓ વિડિઓ

ગુજરાત

રાજ્ય સરકાર અને એસટી નિગમ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી ગોંડલમાં નવા એસટી બસનું નિર્માણ કરી આપવામાં આવ્યુ છે, જેનું ઉદઘાટન બે દિવસ પહેલા જ થયું હતું. પરંતુ પોલીસ પ્રોટેક્શન કે સિક્યુરિટીના અભાવે ખિસ્સાકાતરૂને અહીં મોકળું મેદાન મળી ગયું છે. જેનાથી લોકોના અવારનવાર ખિસ્સાઓ હળવા થઈ રહ્યા છે. ત્યારે આજે એક ખિસ્સાકાતરૂને ઝડપીને ડેપોની ઓફિસમાં પૂરી દીધો હતો. પરંતુ તે લાજવાને બદલે ગાજ્યો હતો અને પોતાના જ શરીર પર બેલ્ડના છરકા મારવા લાગ્યો હતો.

ખિસ્સાકાતરૂ પકડાયાના બે કલાક બાદ પણ પોલીસ આવી નહીં
ગોંડલ એસટી ડેપોમાં અવારનવાર મુસાફરોના ખિસ્સા હળવા થતા હોવાથી અનેક ફરિયાદો ઉઠી રહી છે. છતાં પણ પોલીસ ધ્યાન આપતી નથી તેવો મુસાફરોએ રોષ વ્યક્ત કર્યો હતો. આજે એક ખિસ્સાકાતરૂને એસટી ડેપોના કેટલાક કર્મચારીઓએ ઝડપી લઇ પોલીસનો સંપર્ક કર્યો હતો. પરંતુ પોલીસે પણ બે કલાક સુધી આવવાની તસ્દી ન લેતાં આખરે એસ.ટી.નાં કર્મચારીઓ પણ થાક્યા હતા.

આ દરમિયાન આ ખિસ્સાકાતરૂએ લાજવાના બદલે ગાજી પોતાના હાથે જ પોતાના શરીરે બ્લેડના છરકા મારવાના શરૂ કરતા કર્મચારીઓ પણ ગભરાય ગયા હતા. ખિસ્સાકાતરૂએ રીતસરની એસટી કર્મચારીઓને ધમકી આપી હતી કે, હું શરીરે બ્લેડના છરકા મારું છું અને પોલીસમાં તમારા વિરૂદ્ધ ખોટી ફરિયાદ નોંધાવીશ, તમને બધાને ફીટ કરાવી દઈશ તેઓ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/15/292_1644932189/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.