કડક પગલાં લેવાયા: બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ પદ પરથી સસ્પેન્ડ, ભાજપ કાર્યાલયમાં યુવતીની છેડતીના આક્ષેપ થયા હતા
- જીતેન્દ્રસિંહ વાસિયાને પ્રાથમિક સભ્ય પદેથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો
બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈએ જણાવ્યું હતું કે, છેડતી પ્રકરણમાં બારડોલીના તાલુકા ભાજપ પ્રમુખને તેઓના પદ પરથી સસ્પેન્ડ કરવામાં છે. આ સાથે ભાજપના સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ વાસિયા સામે ભાજપ કાર્યાલયમાં યુવતીની છેડતીના આક્ષેપ થયા હતા.
છેડતીના આક્ષેપો થયા હતા
થોડા દિવસ અગાઉ સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે યુવતીની બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ વાસિયાએ છેડતી કરી હોવાના આક્ષેપ થયા હતા. દરમિયાન યુવતીએ જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈને ફોન કરી ફરિયાદ કરી હતી. ત્યારબાદ ત્રણ દિવસ અગાઉ પ્રદેશ પ્રમુખની સુરત ઓફિસે જઈ રજૂઆત કરતાં મામલો ગરમાયો છે.
ભાજપના કાર્યકર રહેશે કે નહીં તે પ્રદેશ કક્ષાએથી નક્કી થશે
સંદીપ દેસાઇ (સુરત જિલ્લા ભાજપ પ્રમુખ)એ જણાવ્યું હતું કે, બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ વાસિયાને છેડતી પ્રકરણમાં પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે ભાજપના સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપમાં તેઓ કાર્યકર તરીકે રહેશે કે નહીં તે પ્રદેશ કક્ષાએથી નક્કી કરાશે.
સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈએ જણાવ્યું હતું કે, છેડતી પ્રકરણમાં બારડોલીના તાલુકા ભાજપ પ્રમુખને તેઓના પદ પરથી સસ્પેન્ડ કરવામાં છે. આ સાથે ભાજપના સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ વાસિયાએ છેડતી કરી હોવાના આક્ષેપ થયા હતા. દરમિયાન યુવતીએ જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈને ફોન કરી ફરિયાદ કરી હતી.આ સાથે ભાજપના સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપમાં તેઓ કાર્યકર તરીકે રહેશે કે નહીં તે પ્રદેશ કક્ષાએથી નક્કી કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!