એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવે છે, પરંતુ દારૂબંદી ખાલી કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રોજબરોજના ઘણા દારૂના અડ્ડાઓ અથવાતો દારૂની બોટલોનો જથ્થો પકડવામાં આવે છે. ત્યારે હાલમાં જ રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
જેમાં રાજકોટના જામનગર રોડ પર ખુલ્લા મેદાનમાં એક્ટિવાની ડેકીમાં દેશી દારૂ ભરી એક યુવાન વેચાણ કરી રહ્યો હોવાનું નજરે પડે છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારીની વાતો કરવામાં આવે છે. પરંતુ વારંવાર દેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ થતું હોવાના વીડિયો અવારનવાર સામે આવતા હોય છે. આજે પણ બે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
જેમાં એક યુવાન જીજે-03-એલએમ-3512 નંબરનું એક્ટિવા લઇ જામનગર રોડ નજીક એક ખુલ્લા મેદાનમાં ઉભો છે અને એક્ટિવાની ડેકીમાં દેશી દારૂની કોથળીઓ ભરેલી નજરે પડે છે. પોલીસના ડર વગર યુવાન બિન્દાસ રીતે ડેકી ખુલ્લી રાખી ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે.
જ્યારે આ જ જગ્યાના બીજા એક વીડિયોમાં એક વ્યક્તિ દેશી દારૂ ખરીદી કર્યા બાદ ત્યાં જ ઉભા ઉભા દારૂની કોથળી તોડી પાણીની બોટલમાં ભરી રહ્યો છે. આથી તેમના પર કોઇ શંકા ન કરી શકે અને બિન્દાસ રીતે દેશી દારૂ પાણીની જેમ પી શકે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેક વખત દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણના વીડિયો સામે આવ્યા હતા. પરંતુ તેની સામે કડક કાર્યવાહીની માત્ર વાતો ગાંધીના ગુજરાતમાં થતી હોય તેવું લાગી રહ્યું છે.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/04/06/whatsapp-video-2022-04-06-at-115324-am_1649226305/mp4/v360.mp4 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!