અથડામણનાં LIVE દૃશ્યો / કિશન ભરવાડની શ્રદ્ધાંજલિ સભામાં વિધર્મીઓનું ટોળુ ધસી આવતા 2 જૂથ વચ્ચે સર્જાયા મારામારીના ભયંકર દ્રશ્યો, આખું શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું : જુઓ વિડિઓ

Uncategorized

જૂથ અથડામણ બાદ બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી, છોટાઉદેપુરમાં કિશન ભરવાડ હત્યા કેસના ઘેરા પ્રત્યાઘાત પડ્યા, વિશાળ મૌન રેલી નીકળી

ધંધૂકાના ચકચારી કિશન ભરવાડ હત્યા કેસના ઘેરા પ્રત્યાઘાત વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પડી રહ્યા છે. છોટાઉદેપુરમાં કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં વિધર્મીઓનું ટોળું ધસી આવતાં જૂથ અથડામણ થઇ હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇને અથડામણનો વીડિયો વાઇરલ કરનારા શખસ સહિત 6 લોકોની અટકાયત કરી છે. જૂથ અથડામણ થતાં છોટાઉદેપુર પંથકમાં તંગદિલી ફેલાઇ ગઇ છે. આ ઉપરાંત વડોદરા જિલ્લાના કરજણમાં પણ હિન્દુ સંગઠનો દ્વારા કિશન ભરવાડની હત્યાના વિરોધમાં આજે કરજણ બંધનું એલાન આપતાં બજાર જડબેસલાક બંધ રહ્યું હતું. એ સાથે વડોદરાના પાદરામાં પણ હિન્દુ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુવકે શ્રદ્ધાંજલિની પોસ્ટ શેર કરતાં જૂથ અથડામણ થઈ
કિશન ભરવાડની વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. કિશન ભરવાડને ન્યાય આપવાની માગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. છોટાઉદેપુરમાં ગઇકાલે સાંજે હિન્દુ સંગઠનો દ્વારા કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હિન્દુ યુવકે સોશિયલ મીડિયા પર કિશન ભરવાડની પોસ્ટ શેર કરતાં જૂથ અથડામણ થઇ હતી, જેને લઇને બંને પક્ષોએ સામસામે ફરિયાદ કરી છે.

છોટાઉદેપુરના કિશનને ન્યાય આપવાની માગ સાથે મૌન રેલી દરમિયાન છોટાઉદેપુરના હિન્દુ સંગઠનો દ્વારા કિશન ભરવાડને ન્યાય આપવાની માગ સાથે મૌન રેલી કાઢવાની જાહેરાત કરતાં નગરમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનો દ્વારા છોટાઉદેપુર મહાકાળી મંદિરથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. છોટાઉદેપુરમાં મોડી રાતથી નગરમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત બોડેલી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું હતું અને બોડેલી સેવા સદન ખાતે એસડીએમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વડોદરા જિલ્લાના કરજણ નગરનાં હિન્દુ સંગઠનો દ્વારા ધંધૂકાના કિશન ભરવાડની હત્યાના વિરોધમાં સોમવારે કરજણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. કરજણનાં હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં કરજણ બંધના એલાનને પગલે કરજણનાં તમામ બજારો જડબેસલાખ બંધ રહ્યાં હતાં. પથારાઓથી લઇ નાની-મોટી દુકાનો અને શોરૂમો સ્વયંભૂ બંધ રહ્યાં હતાં. એ સાથે હિંદુ સંગઠનો દ્વારા કિશન ભરવાડને ન્યાય આપવાની માગણી સાથે નગરમાં રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી નગરમાં ફરીને મામલતદારને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બંધના એલાન દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને એ માટે ચુસ્ત પાલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/31/11-vadodara-kishan-shraddhanjli-babal-rohit_1643618085/mp4/v360.mp4 )

વડોદરાના પાદરા નગરમાં પણ ધંધૂકાના કિશન ભરવાડને ન્યાય આપવાની માગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાદરના નગરના હિન્દુ સંગઠનના કાર્યકરો સવારથી નગરમાં ભેગા થયા હતા. રેલી દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને એ માટે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.