એ..એ..એ કર્યું ત્યાંતો આવ્યો / બેકાબુ કારને ટંકાર લગતા ફંગોળાઈ અને સ્પીડમાં પલટી મારી દુકાનોમાં ધડાકાભેર અથડાઈ, વિડિઓ જોઈને તમારું હૃદય કંપી ઉઠશે : VIDEO

ટોપ ન્યૂઝ ગુજરાત

દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં ગત રાત્રિએ મોટી દુર્ઘટના સર્જાતાં અટકી હતી. કારચાલકે કોઈ કારણસર કાબૂ ગુમાવતાં કાર દુકાનોમાં અથડાઈ હતી. ત્યાર બાદ વીજપોલ સાથે ટકરાઈ પલટી ગઈ હતી. આ સમયે નજીકમાં જ હોમગાર્ડના જવાનો ફરજ બજાવી રહ્યા હતા અને બે બાઈકસવાર પણ પસાર થઈ રહ્યા હતા.

જોકે સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. કારચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ખંભાળિયામાં મોડી રાત્રે બનેલી અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ હતી. CCTV જોતાં પૂરપાટ ઝડપે આવેલી કાર સૌપ્રથમ કોર્નર પરની દુકાનોના શટરમાં અથડાઈ હતી.

ત્યાંથી આગળ જઈ રસ્તા પર વીજપોલ સાથે અથડાતાં બેથી ત્રણ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટનાને પગલે નજીકમાં જ ફરજ બજાવી રહેલા હોમગાર્ડનાં જવાનો દોડ્યા હતા. જોકે કારચાલક કાર મૂકી નાસી જવામાં સફળ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

બે બાઈકસવારનો ચમત્કારિક બચાવ
આ અકસ્માત જ્યારે સર્જાયો ત્યારે કાર સિવાય રસ્તા પર એક બાઈક પણ જોવા મળી રહ્યું છે. કાર જ્યારે દુકાન સાથે અથડાઈ ત્યારે બાઈકસવાર તેની ખૂબ જ નજીક હતા. સદનસીબે કાર દુકાન તરફ જતાં બાઈકસવારનો ચમત્કારિક બચાવ થયો હતો.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/03/09-jamnagar-accident-cctv-bharat_1646297471/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.