સટ્ટોડિયાઓની ખેર નહિ / ગુજરાતથી લઇ મુંબઈ સુધી ફેલાયેલા સટ્ટા નેટવર્કનો પર્દાફાશ, જુઓ આટલા બધા લોકોને વોન્ટેડ જાહેર કરાયા અને જાણો PCBની રેડ માં થયો મોટો ખુલાસો

સ્પોર્ટ્સ

2022 ની IPL ટુર્નામેન્ટની ક્રિકેટ મેચ શરૂ થતાંની સાથે જ સટ્ટોડિયાઓ એક્ટિવ થઇ જાય છે. ત્યારે વડોદરા PCB (પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ)એ ક્રિકેટ પર ઓનલાઇન સટ્ટાના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જેમાં 7 કરોડની સુપર માસ્ટર આઇડીથી IPLની મેચો પર મુંબઇમાં રહીને સટ્ટો રમાડનાર સલમાન ગોલાવાલાના ઓપરેટરને અમદાવાદથી ઝડપી લીધો છે.

જેમાં વડોદરા અને સુરત અને મુંબઈના ગ્રાહકોના નામ પણ ખુલ્યા છે. PCBની ટીમે વડોદરના તરસાલી-વડદલા રોડ પર આવેલી એક રેસીડેન્સીમાં દરોડા પાડીને એક સટોડિયાને ઝડપી પાડ્યો છે. આરોપીની પુછપરછમાં વડોદરાના કુખ્યાત બુકી સલમાન ગોલાવાલાના માણસ કલ્પેશ પાસેથી સટ્ટો રમવા માટે આઈડી લીધું હોવાનું બહાર આવતાં પોલીસે તેને સંકજામાં લીધો હતો.

આરોપીઓની પુછપરછમાં ગુજરાતના જુદા-જુદા શહેરો ઉપરાંત મુંબઈમાં ફેલાયેલા સટ્ટા બેટીંગના નેટવર્કનો ભંડાફોડ થયો હતો. વડોદરા પોલીસે હાલ રામચંદ્ર અને કલ્પેશની ધરપકડ કરી લીધી છે. જ્યારે સલમાન ગોલાવાલા (હાલ મુંબઇ, મૂળ રહે. વડોદરા), સંજયભાઇ (રહે. સુરત) તેમજ સફિયાન (રહે. જહાંગીરપુરા, સુરત)ને વોન્ટેડ જાહેર કર્યા છે. સાથે જ વડોદરા અને સુરતના તમામ 110 ગ્રાહકોના નામ પણ ખુલ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.