ઉત્તર પ્રદેશના 3 શહેરોમાં શનિવારથી CNGની કિંમતમાં વધારો થયો છે. હવે લખનઉ, આગ્રા અને ઉન્નાવમાં CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ)ની કિંમતમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘરેલું PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) ગેસ પણ 1 રૂપિયા પ્રતિ ઘનમીટર મોંઘો થયો છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે જ ગ્રીન ગેસ કંપનીએ કિંમતો વધારવાની જાહેરાત કરી હતી.
મોંઘી ખરીદીને કારણે વધ્યા ભાવ : મળતી માહિતી મુજબ, ગ્રીન ગેસ કંપનીના AGMએ જણાવ્યું છે કે CNG-PNG ગેસની ખરીદી પણ મોંઘી થઈ ગઈ છે, જેના કારણે ગેસના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલમાં રાજ્યના 3 શહેરો લખનૌ, આગ્રા અને ઉન્નાવમાં તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. 18 ડિસેમ્બર શનિવારના રોજ સવારે 6.00 વાગ્યાથી નવા ભાવે ગેસનો વપરાશ થશે.
નવી કિંમત શું છે? : નોંધપાત્ર વાત એ છે કે, CNGની કિંમતમાં 2 રૂપિયાના વધારાને કારણે હવે નવી કિંમત 72.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી તે રૂ. 70.50 હતો. ઘરેલુ ગેસના દરમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે તેની કિંમત પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર 38.50 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, તમને જણાવી દઈએ કે અયોધ્યામાં CNGની કિંમત માત્ર 72.95 રૂપિયા પ્રતિ કિલો છે. ત્યાં કોઈ વધારો થયો નથી.
હાલમાં રાજ્યના 3 શહેરો લખનૌ, આગ્રા અને ઉન્નાવમાં તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. 18 ડિસેમ્બર શનિવારના રોજ સવારે 6.00 વાગ્યાથી નવા ભાવે ગેસનો વપરાશ થશે. નોંધપાત્ર વાત એ છે કે, CNGની કિંમતમાં 2 રૂપિયાના વધારાને કારણે હવે નવી કિંમત 72.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી તે રૂ. 70.50 હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!