આ ગુજરાત છે કે પાકિસ્તાન / ગુજરાતના આ જીલ્લામાં ‘પાકિસ્તાન જીંદાબાદ’ ના નારા લગતા હર્ષ સંઘવીએ આપ્યા મોટા આદેશ : જોઈલો વિડીયો

ગુજરાત ટોપ ન્યૂઝ

કચ્છમાં પંચાયતની ચૂંટણીઓની મત ગણતરી માટે મતપેટીઓ ખૂલી હતી. પંચાયતના મહારથીઓનું ભાવિ આખરે ખૂલ્યુ હતું. મતગણતરી બાદ કોઈના પક્ષમાં હાર આવી તેમજ કોઈના પક્ષમાં જીત આવી. ત્યારે અંજાર તાલુકાના દુધઈ ગ્રામ પંચાયતમાં ચૂંટણીની વિજેતા રેલી દરમિયાન ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લાગ્યા હતા.

પાકિસ્તાન જિંદાબાદના નારાનો વીડિયો વાઇરલ થયો : અહીં 4 ગામનો સમન્વય ધરાવતી દુધઈ જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ ઉમેદવારોની પેનલ વચ્ચે યોજાયો હતો. 4200ના મતદાન ધરાવતા દુધઈ પટ્ટીના આ મહત્વના ગામે ગઈકાલે સાંજે ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. જેમાં રીનાબેન રાંઘુભાઈ કોઠીવારને 1026 મત મળતા વિજેતા જાહેર થયા હતા. જેના બાદ જીતની ઉજવણી કરતા તેમના સમર્થકો મતદાન મથકની ભીડ વચ્ચેથી નીકળ્યા હતા. આ દરમિયાન તેમાંથી કોઈએ પાકિસ્તાન જિંદાબાદના નારાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

પોલીસે ઓળખ કરવા તપાસ હાથ ધરી : વાઇરલ વીડિયો મુદ્દે વિજેતા સરપંચના પતિ રાઘુ ભાઈ કોઠીવાડ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આવી કોઈ વાત હજુ સુધી મારા ધ્યાનમાં આવી નથી. જોકે, હું તાપસ કરી લઉં છું.આ મામલે દુધઈના પીએસઆઇ ગોહિલ સાથે કરતા તેમણે જણાવ્યું હતું કે, આવો એક વીડિયો અમારી સામે આવ્યો છે, તે વીડિયોમાં ખરેખર કોઈ બોલી રહ્યું છે. એ કોણ બોલ્યું છે તેની ઓળખ માટેના પ્રયાસો શરૂ કર્યા છે. તેના બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગૃહ રાજ્યમંત્રીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા : કચ્છમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગતા સરકાર એકશનમાં આવી છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, સમગ્ર મામલે આજે સવારે કચ્છના રેન્જ IG સાથે ખાસ વાતચીત કરેલી છે અને સમગ્ર મામલે તાત્કાલિક અસરથી કડક પગલા ભરવા આદેશ કરાયો છે. કચ્છની આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામા આવશે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું છે કે, સમગ્ર મામલે આજે સવારે આ અંગે કચ્છના રેન્જ IG સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે અને સમગ્ર મામલે તાત્કાલિક પણે કડક પગલા ભરવામાં આવે અને કચ્છની આ જે ઘટના છે તેની સંપૂર્ણ કડકાઈથી તપાસ કરવામાં આવશે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=775460563856457 )

સરકાર સમગ્ર મામલે ખુબ જ ગંભીર: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી
આ સાથે જ તેમણે વધુમાં જણાવતા કહ્યું છે કે, પાકિસ્તાનના સમર્થનમાં લાગેલા નારા ઉચ્ચાર્વાને લઈને સવારે જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને નારા લગાવનાર તમામ લોકોને પકડી પાડવામા આવશે. તો સરકાર પણ કચ્છના આ મુદ્દે ગંભીરતા પૂર્વક કડકાઈથી પગલા ભરી રહી છે અને નારા લગાવવામાં સામેલ તમામ લોકોને પકડી પાડવામાં આવશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.